જે લોકોને ખુબ જ ગુસ્સો આવતો હોય તમને આ વંચાવજો, પછી તેઓનો ગુસ્સો પીગળી જશે…!

રાત્રે લગભગ આઠેક વાગ્યે રમેશ ભોજન કરી અને સ્કૂલ નું લેસન કરવા માટે બેઠો હતો.

અત્યંત સાધારણ પરિસ્થિતિ માં જીવન જીવી રહ્યા હતા તેના પિતા છૂટક મજૂરી કામ કરીને ઘરે આવ્યા અને ભોજન કરવા માટે બેઠા હતા.

ત્યારે રમેશ ને થયું કે હમણાં જ પિતાજી તેની માતા સાથે ઝગડો કરશે કારણ કે રસોઈ બનતી હતી ત્યારે લાઈટ ચાલી ગઈ હતી અને તેની માતા એ ભૂલ થી શાક માં બે વખત નમક નાખી દીધું હતું અને તેના પિતા નો સ્વભાવ એકદમ ગરમ હતો.

તેના પિતા એ ભોજન કરવાનું શરૂ કર્યું અને રમેશ લેસન કરતા કરતા ફફડી રહ્યો હતો અને પિતાજી ની સામે જોઈ રહ્યો હતો કે હમણાં જ ઝઘડો શરુ થશે કારણ કે શાક માં નમક વધુ પડી ગયું હતું.

પરંતુ તેના વિચાર થી વિપરીત તેના પિતા એકદમ શાંતિથી ભોજન કરી રહ્યા હતા અને તેના અભ્યાસ વિષે પૂછપરછ કરી રહ્યા હતા પિતા એ ભોજન કર્યા પછી તેની માતા જ્યારે ભોજન કરવા માટે બેઠા ત્યારે તેને ખબર પડી કે શાક માં નમક વધારે પડી ગયું છે.

ત્યારે તેને દુઃખ થયું અને માફી માંગી એટલે તેના પિતા એ કહ્યું કે કઈ વાંધો નહિ મને ભોજન કરવા માં જરા પણ તકલીફ પડી નથી અને ભોજન કરવા માં આનંદ પણ આવ્યો.

પિતા નો હળવો મિજાજ જોઈ ને રમેશે પિતાને પૂછ્યું કે તમે આજે માતા ઉપર ગુસ્સે થવાને બદલે શાંતિ થી વર્તન કર્યું એટલે મને તમને એક વાત પુછવી છે કે તમે આજે કેમ આટલી બધી શાંતિ રાખી અને વર્તન કર્યું ?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel