એક શેઠ પોતાના જીવન માં ભરપૂર સુખ સગવડતા હોવા છતાં તે કાયમ દુઃખી જ રહેતા હતા. દરરોજ કોઈ ને કોઈ વાત એવી બને કે શેઠ ની ખુશી ઉપર પાણી ફરી જતું. એવા માં શેઠે એક સંત પાસે જવાનો વિચાર કર્યો. અને બે દિવસ પછી તે સંત પાસે પહોંચી ગયા.
અને સંત ને પોતાના દુઃખ ની વાત કરી કે રોજ મારી સાથે એક ઘટના એવી બને કે હું આખા દિવસ માટે દુઃખી જ રહુ છું મને દુઃખ માંથી મુક્તિ મળે તે માટે કોઈ ઉપાય બતાવો ત્યારે સંતે જવાબ આપતા કહ્યું કે દુઃખો ની દુનિયા માં આપણે બધા જીવીએ છીએ.
અને દુઃખ માંથી મુક્ત થવાનો ઉપાય શોધવો છે જે બહુ કઠિન કામ છે, પણ તમે એક કામ કરો જે માણસ સુખી છે તેને પહેરેલા જૂતા તમે એક દિવસ માટે લઇ અને આવો પછી હું તમને દુઃખ માંથી છૂટવાનો ઉપાય શોધી આપું આ વાત સાંભળી અને શેઠ પોતાના ઘરે આવ્યા.
અને બીજા દિવસ થી પોતાના થી પણ અધિક સંપત્તિ વાળા લોકો પાસે જઈ અને વાત કરે છે કે તમે મારા કરતા પણ સુખી છો તો એક દિવસ માટે તમે પહેરેલા જૂતા આપો આ બાબત ની રજુઆત કરે ત્યારે દરેક વ્યક્તિ એ પોતે પણ દુઃખી હોવાની વાત શેઠ ને કરે કોઈ ના ઘર માં પિતાજી સાથે ઝગડા ચાલતા.
કોઈ ને પત્ની સાથે તો કોઈ ને પુત્ર સાથે તો કોઈ ને પુત્રવધુ સાથે કોઈ ને સગાવહાલા સાથે માથાકૂટ ચાલતી તો કોઈ ને ધંધા ના વ્યવહાર માં સંબંધ બગાડતા અને દુઃખી રહેતા આમ દરેક સુખી દેખાતા પછી તે સ્ત્રી હોય કે પુરુષ તે વ્યક્તિ પાસે શેઠ ગયા પણ તેમાંથી કોઈ એ શેઠ ને એમ કહ્યું નહિ કે અમે સુખી છીએ.
અને સુખ થી રહીયે છીએ પણ શેઠ ને કોઈ ના જૂતા તો મળ્યા નહિ પણ પોતાના ચપ્પલ તૂટી ગયા. બીજા દિવસે શેઠ ફરી પાછા તે સંત પાસે આવ્યા અને કહ્યું કે સુખી માણસ ના જૂતા શોધતા શોધતા તે પોતે જ પરેશાન થઇ ગયા પણ કોઈ સુખી માણસ પણ ના મળ્યો અને સુખી માણસ ના જૂતા પણ મળ્યા નહિ.
દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણ થી દુઃખી છે મારા થી અનેક ગણી સંપત્તિ ધરાવતા માણસો એ પણ મને એમ ના કહ્યું કે અમે સુખી છીએ ત્યારે તે સંતે શેઠ ને કહ્યું કે સુખી થવા માટે બીજા ની તરફ નહિ પણ પોતાની અંદર જુવો પોતાની લાયકાત પર વિશ્વાસ રાખો હરીફાઈ કરવી હોય તો બીજા ની સારી વાત પર કરો.