એક પ્રોફેસર તેઓના વર્ગમાં એક વાર્તા કહી રહ્યા હતા.
પ્રોફેસરે કહ્યું,
એક વખત સમુદ્રની વચ્ચે એક મોટા જહાજ પર એક ખૂબ જ મોટો અકસ્માત થયો. કપ્તાને જહાજને ખાલી કરાવવાનો આદેશ આપ્યો. જહાજમાં એક યુવાન દંપતિ પણ હતા.
જ્યારે લાઈફબોટમાં મુસાફરી કરવા માટે તેઓ નો નંબર આવ્યો ત્યારે જોવા મળ્યું કે લાઇફ બોટમાં તો એક જ વ્યક્તિ માટે જગ્યા હતી. આ સમયે તે યુગલ માંથી તે યુવક યુવતીને છોડીને લાઇફ બોટમાં બેસી ગયો.
ડૂબતા જહાજ પર ઊભેલી યુવતીએ તેના પતિને બૂમ પાડી અને એક વાક્ય કહ્યું…
હવે પ્રોફેસરે વિદ્યાર્થીઓને પૂછ્યું તમને બધાને શું લાગે છે તે સ્ત્રીએ તેના પતિને શું કહ્યું હશે?
મોટાભાગના વિદ્યાર્થીઓ તરત જ બોલી ઉઠ્યા કે સ્ત્રીએ એવું કહ્યું હશે કે હું તમને નફરત કરું છું અને કોઈએ કહ્યું સ્ત્રી એવું કહ્યું હશે કે હું તમને ધિક્કારું છું.
પ્રોફેસર ધ્યાનથી વર્ગમાં નજર કરી તો તેઓની નજર એક વિદ્યાર્થી પર પડી છે એકદમ શાંત બેઠો હતો, પ્રોફેસરે તરત જ એ વિદ્યાર્થીને પૂછ્યું તને શું લાગે છે?
છોકરાએ કહ્યું મને લાગે છે કે સ્ત્રીએ કહ્યું હશે કે આપણા બાળકની સંભાળ રાખજો.
પ્રોફેસર આશ્ચર્ય ચકિત થઈ ગયા અને તેણે છોકરાને પૂછ્યું તે આ વાર્તાને પહેલા સાંભળી હતી? છોકરાએ કહ્યું ના, મેં આ વાર્તાને કદી નથી સાંભળી પરંતુ જ્યારે મારી માતા બીમાર હતી ત્યારે મૃત્યુ પામતી વખતે મારી માતાએ છેલ્લા શબ્દો મારા પિતાને આ જ કહ્યા હતા.
પ્રોફેસર તે બાળક નો જવાબ સાંભળી થોડા ઉદાસ થઈ ગયા અને કહ્યું તારો જવાબ સાચો છે.
પ્રોફેસરે પોતાની વાર્તાને આગળ ધપાવી: જહાજ ડૂબી ગયું, પેલી યુવતી મૃત્યુ પામી. પતિ કિનારે પહોંચ્યો અને તેને બાકીનું જીવન પોતાની એક માત્ર દિકરીના ઉછેર માટે સમર્પિત કરી દીધું.
દીકરીને ખૂબ જ લાડકોડથી ઉછેરી, દીકરી ભણી-ગણીને મોટી થઈ. પરંતુ ક્યારેય પણ દીકરી ના મોઢે આ બનાવ વિશે વાત નહોતી કરી. દીકરીને કોલેજ પણ પૂરી થઈ ગઈ. દીકરીના પિતાની તબિયત હવે પહેલા કરતાં થોડી નરમ રહેવા લાગી. દીકરી તેના પિતાનું પણ ખૂબ જ ધ્યાન રાખતી.