જહાજ ડુબી રહ્યુ હતું, એક યુવક તેની પત્નીને છોડીને જહાજમાંથી લાઈફબોટમાં કુદી ગયો, તેની પત્નીએ તેને બૂમ પાડીને કહ્યું…

થોડા વર્ષોની લાંબી બિમારી પછી તે વ્યક્તિ મૃત્યુ પામે છે, પરંતુ હજુ સુધી દીકરી ને એ બનાવ વિશે કોઈપણ પ્રકારની જાણ નહોતી.

થોડા દિવસો પછી દીકરી એક દિવસ અચાનક સફાઈ કરતી વખતે તેની દીકરી ના હાથમાં તેને પિતા ની ડાયરી મળી.

દીકરીને કોઈ દિવસ વાત ની જાણ નહોતી કરી પરંતુ ડાયરીમાં બધો જ ઉલ્લેખ હતો. ડાયરી માંથી દીકરી ને ખબર પડી કે જ્યારે તેના માતા-પિતા તે જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેની માતા જીવલેણ બીમારીથી પીડાઇ રહી હતી. અને તેના જીવનમાં હવે થોડો જ સમય બાકી રહ્યો હતો.

એ સમયે તેના પિતાએ ખૂબ જ સખત નિર્ણય લીધો અને લાઈફબોટ પર કૂદી પડ્યા.

તેના પિતાએ ડાયરીમાં લખ્યું હતું કે તારા વિના મારા જીવવાનો કોઈ અર્થ નથી, હું પણ તારી સાથે સમુદ્રમાં જ જોડાવા માંગતો હતો પરંતુ જ્યારે આપણા સંતાન વિશેનો વિચાર આવ્યો ત્યારે મારે તને એકલી છોડી દેવી પડી હતી.

પ્રોફેસરે પોતાની વાર્તા પૂર્ણ કરી. આખા વર્ગમાં શાંતિ પ્રસરી ગઇ હતી.

આ વાર્તામાંથી ઘણી બધી વસ્તુ સમજવા મળે છે, આ દુનિયામાં ઘણી સાચી તેમજ ખોટી વસ્તુઓ છે. પરંતુ આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે સમજવા માટે સરળ નથી. એટલે કોઈ પણ પરિસ્થિતિને ઉંડાણપૂર્વક જોયા પહેલા માત્ર તેની ટોચની સપાટીથી જોઈને તેનું મૂલ્યાંકન કરી શકાતું નથી.

જ્યારે પણ ઝઘડો થાય છે ત્યારે જરૂરી નથી કે જેણે ભૂલ કરી હોય તે જ પહેલા માફી માંગે, કદાચ ભૂલ ન કરી હોય તેમ છતાં તે માફી માંગે કારણકે તેઓ એવું પણ સમજતા હોય કે સંબંધોને જાળવી રાખવું તે વધારે મહત્વપૂર્ણ છે.

જીવનમાં જે લોકો તમને મદદ કરે છે કે તમારા કામમાં આવે છે તે જરૂરી નથી કે તમારા અહેસાન ના ભાર હેઠળ બધું કરતા હોય. તેઓ એટલે પણ મદદ કરે છે કારણકે તેમના હૃદયમાં પણ દયા અને કરુણા રહેલી હોય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel