આજે આપણું વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધેલી છે પરંતુ આજે પણ એવા ઘણા રહસ્યો છુપાયેલાં છે જેની બુદ્ધિ હજુ સુધી ઉકેલાઈ નથી. અને કદાચ કોઈ દિવસ ઉકેલાય પણ નહીં. એમાં નું જ એક છે બરમુડા ત્રીકોણ. બરમુડા ત્રીકોણ વિશે કહેવાય છે કે એની આસપાસ આવવાવાળી દરેક ચીજ રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. સ્ટીમર હોય બોર્ડ હોય કે વિશાળ મહાકાય વિમાન હોય કે પછી નાનકડું એવું પક્ષી હોય તો પણ આ વિસ્તારમાં આવ્યા પછી તે રહસ્યમય રીતે તુર્ત જ ગાયબ થઈ જાય છે.
અને ત્યાં સુધી કે કોઈ પણ ગાયબ થયેલી વસ્તુનું નામોનિશાન પણ મળતું નથી, કોઈ પણ જાતનો કાટમાળ હાથ આવતો નથી. એ હજુ સુધી ખબર પડી નથી કે ત્યાં એવી કઈ તાકાત છે કે કઈ એવી શક્તિ છે જે પળભરમાં જે પણ કોઈ આવે તેને ગાયબ કરી નાંખે છે. આ એક એવી જગ્યા છે જેનો વિજ્ઞાન પાસે પણ કોઈ જવાબ નથી. અમેરિકી નેવી નું કહેવું છે કે હકીકતમાં આવી એક પણ જગ્યા છે જ નહીં. પરંતુ લોકો આ જગ્યા વિષે એવી અસાધારણ વાતો કરે છે કે આપણે નિર્ણય લેવો મુશ્કેલ થઈ જાય છે.
બરમુડા triangle આટલાંટિક મહાસાગર નુ એક ક્ષેત્ર છે. આ જગ્યા ઉપર અત્યાર સુધીમાં ઘણા બધા હવાઈ જહાજો અને સમુદ્રી જહાજ ગાયબ થઈ ચૂક્યા છે. અને લાખો કોશિશ પછી પણ એનો કોઈ પત્તો મળી શક્યો નથી. આ વિષય ઉપર ઘણી બધી કિતાબો લખાઈ ચુકી છે અને ઘણા ફિલ્મ પણ આ જગ્યા આધારિત બનેલા છે આની ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ વિષય કેટલો રોચક હશે.