હવે એક વાસણમાં દોઢ ગ્લાસ ચોખ્ખું પાણી લઈ લો. ત્યારબાદ તેને ઉકાળવા મૂકી દો પછી જ્યારે ઉકળવાનું ચાલુ થઈ જાય ત્યારે તેમાં એક કે બે ચમચી જેટલી ખમણેલી હળદર નાખી દો. હળદર નાખતાની સાથે પાણી નો કલર બદલવાનું ચાલુ થઇ જશે પછી પાણીને ઉકળવા દો. વાસણ માં જ્યા સુધી ૧ ગ્લાસ જેટલું પાણી રહે ત્યા સુધી ઉકાળો. ત્યાર પછી પાણીને ગરણી માથી ગાળીને હળદર અને પાણીને અલગ કરી નાંખો.
આપણી દવા તૈયાર છે, પરંતુ દરેક રોગ માટે આને અલગ-અલગ રીતે લેવાની છે.
જેમ કે જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તે લોકો આને સવારે લઈ શકે છે. કબજીયાતના દર્દી જો આ પાણી લેશે તો તેનું પેટ સાફ થઈ જશે.
આ સીવાય હાડકાની બિમારી કે ગઠિયાને લગતી બીમારી હોય તો આ પાણી અઠવાડિયામાં બે વખત પીવાથી આ રોગથી રાહત પણ મળે છે. અને હાડકાં પણ મજબૂત થાય છે.
જો તમે પાતળા થવા માગતા હોય તો આ જ હળદરના ૧ ગ્લાસ પાણીમાં તમે ૧ ચમચી લીંબુ અને ૧ ચમચી મધ નાંખીને પી જાવ. પણ આની સાથે થોડીક કસરત પણ કરવી જોઈએ. આ વસ્તુ તમારા શરીરને ઘટાડવામાં મદદરૂપ થાય છે એટલે કે તમે જો એકસરસાઈઝ કરતા હોવ તો સામાન્ય રીતે જ શરીર ઘટતું હોય તેનાથી આ પાણી પીવાથી જલ્દી ઉતરે છે. તે તમારી એક્સ્ટ્રા ફેટને જલ્દી ઓગાળે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે આ હળદરના પાણીમાં તમે એક લીંબુ તો નીચોવી શકો છો પણ મધ ઉમેરવાનું નથી કારણ કે એ પણ એક ગળી વસ્તુ જ છે. અને આ વસ્તુ કાયમ ચાલુ રાખવાથી ડાયાબિટીસની દવાઓ બંધ થઈ જશે તદુપરાંત ડાયાબીટીસ નોર્મલ પણ થઈ શકે છે.
અનિંદ્રા માટે રાતના તમે એક ગ્લાસ દૂધમાં 1 ચમચી હળદર નાંખીને લઈ શકો છો અને આનાથી થોડાક જ દિવસોમાં તમને ચમત્કારિક રીતે ફાયદો જોવા મળે છે અને અનિદ્રા દૂર થાય છે નિંદર વ્યવસ્થિત થશે તો તમારી ડિપ્રેશન આપોઆપ કંટ્રોલમાં રહેશે એ તો કહેવાની જરૂર નથી.