લગભગ બધાને ખબર હશે કે હળદર એન્ટિસેપ્ટિક સ્વરૂપમાં કામ કરે છે.
અને કદાચ આના કારણે જ બધા શાકમાં આજે હળદર વપરાય છે. અને લગભગ બધા શરીરમાં ક્યાંય પણ વાગી જાય તો હળદરને ગ્લાસમાં ભેળવીને દૂધ પી જાય છે. જેનાથી દર્દમાં રાહત મળે છે.
હાડકાના દુખાવા સહિત પણ આટલા છે એના ફાયદા ચાલો જાણીએ.
કેન્સર માટે, ગઠિયા રોગથી છુટકારો મેળવવા, ડાયાબિટીસ માટે, અપચા માટે, કબજિયાત માટે, અનિંદ્રા માટે, ડિપ્રેશન માટે, આ તો થઈ ફાયદાની વાત, હવે આને કઈ બિમારી માટે કઈ રીતે વપરાશ કરશો એની જાણકારી પણ જણાવી દઈએ..,
અલગ-અલગ બીમારી માટે અલગ-અલગ રીતે લઈ શકાય છે.
કેવી રીતે કરશો ઉપયોગ?
સૌપ્રથમ આમાં આપણે બજારની હળદર વાપરવાની નથી. આમાં આપણે હળદર ઘરે જ પીસવાની છે કે જેમ આપણા બાપ દાદા ના જમાનામાં ઘરે પિસ્તા હતા. સૌપ્રથમ બજારમાંથી લીલી હળદર લઈ આવો. અને જો સીઝન ન હોવાથી લીલી હળદર ન મળે તો જાતે દળેલો હળદર પાઉડર પણ ચાલે. હવે લીલી હળદરને બરોબર પાણીમાં સાફ કરી નાંખો, જેનાથી હળદરની ઉપર રહેલી માટી-કચરો અને ધુળ સાફ થઈ જાય. પછી એની છાલ કાઢી નાખો આ છાલને તમે ન ફેંકો તો પણ ચાલશે કારણ કે આ છાલને સુકાવીને પછી મિક્સરમાં પીસીને તેનો હળદર તરીકે જ ઉપયોગ કરી શકાય છે. છાલ કાઢયા પછી હળદરને ખમણી નાખો.