ગુસ્સે થઈને સંતને કહ્યું “હું અહીં મારું સમસ્યાના સમાધાન માટે આવ્યો છું અને તમે બીજું જ જ્ઞાન આપી રહ્યા છો.” તો સંતે એને જવાબ આપ્યો કે…
વત્સલ નું ભણતર પૂરું થયું તેને લગભગ છ મહિના જેટલો સમય થઈ ગયો હતો તે સારી નોકરીની તપાસમાં હતો અને તેને આજે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. આ છોકરીને લઈને તે ખૂબ જ ઉત્સાહિત હતો કારણકે મલ્ટીનેશનલ કંપની હતી અને જો આ ઇન્ટરવ્યુ માટે પાસ થઈ જાય તો સારી સેલરી પણ મળે તેમ હતી.
ઇન્ટરવ્યુ પુરું કરીને તે સિલેક્ટ થઈ ગયો અને તેની નોકરી પણ મળી ગઈ. તે તેની નોકરીથી ખૂબ જ ખુશ હતો. મલ્ટીનેશનલ કંપની હતી ખૂબ સારો પગાર હતો અને તેનું જીવન પણ પહેલાં કરતાં ઘણું સારું થઇ ગયું હતું.
આ નોકરી બે વર્ષ સુધી તો તે શાંતિથી કરી રહ્યો હતો અને તે નોકરીમાં પણ તેને ખુબ મજા આવતી પરંતુ બે વર્ષ પછી તે એ જ નોકરી કરતો હોવા છતાં તે પરેશાન રહેવા લાગ્યો. એવું પણ નહોતું કે સમય સાથે તેનો પગાર નહોતો વધ્યો મલ્ટીનેશનલ કંપની હોવાથી તેને ખૂબ જ સારું ઇન્ક્રિમેન્ટ પણ મળ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ તેમ છતાં તે થોડા દિવસથી કોઈ કારણોસર પરેશાન રહેવા લાગ્યો, તેનો માનસિક સ્ટ્રેસ પણ વધવા લાગ્યો અને એના કારણે તેના જીવનમાં અવાર નવાર ઝઘડા થવા લાગ્યા. કોઈ વખત તેના સાથી કર્મચારીઓ સાથે ઝઘડો થઈ જતો તો કોઈ વખત બોસ સાથે પણ ઝઘડો થઇ જતો તો કોઈ વખત ઘરે પરિવારજનો સાથે અથવા તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થવા લાગ્યા.
તેને તેના જીવનમાં વધારે પડતી તકલીફો પડવા લાગી એટલે તેણે નક્કી કર્યું તે વર્ષોથી એક સંતને જાણતો હતો તે સંત પાસે પોતાની સમસ્યા લઈને જશે. અંતે તે સંત પાસે ગયો અને સંતોને પોતાની સમસ્યા જણાવી. અને વત્સલે સંતને કહ્યું મહારાજ બધા લોકોને જાણે મારાથી તકલીફ હોય એવું લાગે છે બધા લોકો મારી સાથે ઝઘડા કરતા રહે છે. જીવન મારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ મુશ્કેલીઓ અવારનવાર વધતી રહે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તમારી પાસે આનો કોઇ સમાધાન હોય તો મને જણાવો, કારણકે હું જીવન માં મુશ્કેલીઓથી કંટાળી ગયો છું. સંત એ પહેલા વત્સલ ની બધી વાત સાંભળી થોડા સમય સુધી કશું બોલ્યા નહીં. બાજુમાં પાણીનો ગ્લાસ પડ્યો હતો એક ગ્લાસ માંથી થોડું પાણી પીધું પછી સ્વસ્થ થઈને બોલ્યા…
બેટા તે નોળિયો કોણ છે ઓળખે છે? વત્સલ એ કહ્યું અરે શું મહારાજ નોળિયો એટલે તો ખબર જ હોય ને. સંતે તેને જવાબમાં કહ્યું નોળિયો એક નાનું પ્રાણી છે તેમ છતાં તેની સામે ગમે તેવો ઝેરીલો સાપ આવી જાય તો પણ તેની સામે તે ઝઘડે છે અને વિજય પ્રાપ્ત કરે છે. કારણકે આ પ્રાણીની આખી ઉમર માં એટલી બધી વખત તેના શરીરમાં સાપનું ઝેર આવી ગયું હોય છે કે હવે સાપના ઝેર ની તેનામાં કોઈ અસર જ નથી થતી.
વત્સલ નોળિયા વિષે જાણતો હતો પરંતુ આવી રસપ્રદ વાત થઈ તો તે પણ અજાણ હતો કે તેના પર સાપ ના ઝેર ની પણ અસર નથી થતી એટલે આશ્ચર્ય ચકિત થઇ ને સંતને કહ્યું શું વાત કરો છો મહારાજ!!!
પછી સંતે ફરી પાછું કહ્યું જંગલમાં એક વિસ્તાર એવો પણ હોય છે જ્યાં નાના-નાના વિચિત્ર પ્રજાતિના દેડકાઓ જોવા મળે છે. આ દેડકાઓ ખૂબ જ ઝેરીલા હોય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ દેડકાઓ જ્યારે જન્મે ત્યારે તેમાં ઝેર નથી હોતો.
આ દેડકાઓ એવી ઝેરીલી જડીબુટ્ટીઓ ખાધે રાખે છે કે તેની અંદર એક અલગ પ્રકારનું ઝેર પેદા થઈ જાય છે. આ ઝેર ખૂબ જ ખતરનાક હોય છે અને એના કારણે જ લોકો પણ તેનાથી હંમેશા માટે દૂર રહ્યા કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વત્સલા બધું સાંભળીને આશ્ચર્ય ચકિત રહી ગયો પરંતુ તે જે સમસ્યા લઈને આવ્યો હતો એ સમસ્યાનું સમાધાન તો આ વાતોમાં ક્યાંય નહોતું દેખાતું એટલે તે થોડો ગુસ્સે થઈ ગયો અને તેને સંતને પૂછયું મહારાજ તમે મને અહીં જુદા જુદા પ્રાણીઓ વિશે માહિતી આપી રહ્યા છો કે મારી સમસ્યાનું સમાધાન કહી રહ્યા છો?
સંતે ઈશારો કરીને તેના એક સેવક પાસેથી પાણી મંગાવયું અને વત્સલ ને આપ્યું. વત્સલ પાણી પી રહ્યો હતો ત્યારે સંતે તેને કહ્યું બેટા હું તને કોઈ જ પ્રાણીઓ વિશે જાણકારી નથી આપતો.
તને ઉદાહરણ સાથે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કેમ માણસો હોય કે કોઈ પણ પ્રાણી હોય, દરેકના જીવનમાં તેની સામે મુશ્કેલીઓ આવે જ છે. અને એવું પણ નથી કે એક મુશ્કેલી આવી ગયા પછી બીજી ન આવે કોઈપણ ના જીવનમાં સતત મુશ્કેલીઓ તો આવવાની જ છે.
પરંતુ હા એક વાત જરૂર જણાવવા માંગીશ કે મુશ્કેલીઓ અનેક ગણી વધી જશે કે મુશ્કેલીઓ આવવાનું થંભી જશે એ આપણી ઉપર રહેલું હોય છે કે આપણે એ મુશ્કેલીઓ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ.
જો આપણે ઇચ્છીએ તો આપણે અંદરથી પોતાની જાતને જીવનની સમસ્યા ની સામે લડી લડીને એટલી સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ કે કોઈ પણ માણસને આલોચના ની આપણી ઉપર કંઈ જ અસર ન થાય.
એવી જ રીતે જીવનમાં જો કોઈ ખરાબ અનુભવ થયો હોય અથવા કડવો અનુભવ થયો હોય તો એના કારણે જીવનમાં પણ કડવાશ આવી શકે છે અને પેલા દેડકાઓ ની જેમ આપણા જીવનમાં પણ એ જ રીતે કડવાશ આવી શકે છે. અને આપણી આ કડવાશ આપણા જીવનમાં ઝેર બની જાય છે અને કદાચ એટલા માટે જ લોકો આપણાથી દૂર રહેવા માંગે છે.
પરંતુ જો એવા જ ખરાબ અનુભવો અને આપણે સારી અને સાચી રીતે જીવનમાં અપનાવવાની કોશિશ કરીએ તેમાંથી કંઈક શીખવાની કોશિશ કરીએ તો ઉપર કહ્યું તેમ આપણે આપણી જાતને નોળિયાની જેમ ઘણી મજબૂત કરી શકીએ છીએ કે પછી સામે કોઈપણ મુશ્કેલી આવે તો પણ આપણે હાર નથી માનતા. અને આપણા પર આ સમસ્યાઓની કોઈ અસર પણ થતી નથી.
એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો આપણે એવા બની જઈએ જેની ઉપર કોઈપણ સમસ્યા આવે તો પણ કશો ફેર ન પડે કે આપણા કોન્ફિડન્સ જરા પણ આમ તેમ ન થાય.
વત્સલ તરત જ બધું સમજી ગયો અને મહારાજને કહ્યું તમારો ખુબ ખુબ આભાર, તેનો ગુસ્સો પણ શાંત થઇ ગયો અને ફરી પાછો તે પહેલા જેવું અલબત્ત પહેલા કરતા પણ સારું જીવન જીવવા લાગ્યો. દરેક લોકો સાથે પહેલાંથી પણ વધારે સારા સંબંધ થવા લાગ્યા. અને તે ફરી પાછો સુખેથી રહેવા લાગ્યો. પ્રોબ્લેમ્સ બધા ને જીવનમાં આવવાના છો, પરંતુ જો આ વાત યાદ રાખીશું તો ખરેખર ઘણી હિંમત મળી શકે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.