ગમે તેટલો ખરાબ સમય હોય, 4 મિનિટનો સમય કાઢીને આ વાંચી લો, પછી તમે…

કેશુભાઈ કામ ની શોધ માં ફરતા ફરતા બાજુ ના રાજા ના રાજ્ય માં પહોંચી ગયા.

તે અત્યંત ગરીબ પરિવાર ના સભ્ય હતા તેથી આજુ બાજુ ના ગામ માં ફરી અને મજૂરીકામ મળે તેમાંથી તેનું ઘર ચલાવતા હતા.

અને ત્યારે તે રાજ્ય માં એક સમારોહ ચાલી રહ્યો હતો જેમાં હાથી ને પોતાની સૂંઢ માં વિજય માળા લઇ અને ફેરવવા માં આવે અને હાથી જે વ્યક્તિ ને તે વિજય માલા પહેરાવે તેને પાંચ વર્ષ માટે તે રાજ્યના રાજા ઘોષિત કરવામાં આવતા.

કેશુભાઈ પણ તે સમારોહ નો આનંદ માણવા માટે ત્યાં ઉભા રહી ગયા અને કોઈ દિવસ કલ્પના પણ ના કરી શકે તેવું થયું હાથી એ કેશુભાઈ ને વિજય માળા પહેરાવી અને કેશુભાઈ નો જય જયકાર થવા લાગ્યો.

અને તેને પાંચ વર્ષ માટે રાજા ઘોષિત કરવામાં આવ્યા કેશુભાઈ ના રાજતિલક પહેલા રાજ્યના પુરોહિતે તે રાજ્ય ના નિયમ જણાવતા કહ્યું કે આપને ફક્ત પાંચ વર્ષ માટે રાજા બનાવવા માં આવે છે.

અને પાંચ વર્ષ પુરા થાય ત્યારે રાજ્ય ની બહાર, મગર થી ભરેલી નદી છે તે તમારે તમારી તાકાત થી પાર કરી અને તમારે નદી પાર આવેલા ગામ માં વસવાટ કરવાનો અને ફરી ને ક્યારેય આ રાજ્ય માં આવવાનું નહિ.

પોતાની ગરીબ પરિસ્થિતિ ના હિસાબે કેશુભાઈ વિચારમાં પડી ગયા પણ તેના હાથ માં પાંચ વર્ષ હતા, એટલે કંઈક રસ્તો મળી જશે તેવું વિચારી અને રાજા બની ગયા અને પાંચ વર્ષ સુધી ઈમાનદારી થી રાજ્યનું સંચાલન કર્યું.

જેમાં રાજ્યના વિકાસ માટે ના અનેક કામો પણ કરેલા અને રાજ્ય માં વ્યાપાર ધંધા રોજગાર વધે તેની ખાસ કાળજી રાખવામાં આવી જેથી કરીને ભવિષ્યમાં રાજ્ય ના લોકો ને કોઈ દિવસ આર્થિક બાબતે તકલીફ પડે નહિ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel