ઘર બનાવતા સમયે અથવા તો ઘર ને સજાવટ કરતી વખતે કેટલાક નિયમો નું પાલન જરૂર થી કરવું જોઈએ. આવું કરવા થી ઘર માં સુખ શાંતિ જળવાય રહે છે. વસ્તુ શાસ્ત્ર અનુસાર ખાસ પ્રકાર ની તસવીરો ઘર માં સકારાત્મ ઉર્જા હોવી જોઈએ જે ઘર માં આનંદ ઉત્સાહ નું વાતાવરણ નું સર્જન કરે છે તેમજ અમુક તસવીરો અશુભ માનવામાં આવે છે જે તસવીરો લગાવવા થી ઘર માં લગાવવાથી ઘર માં નકારાત્મક ઉર્જા નો વાસ થાય છે. તો આવો આપણે જાણીએ કે ક્યાં પ્રકાર ની તસવીરો ઘર માં બિલકુલ લગાવવી જોઈએ નહિ.
ઘર માં એવી કોઈ પણ તસ્વીર કે પોસ્ટર ન લગાવવું જોઈએ જેમાં યુદ્ધ અને હિંસા દેખતી હોઈ. અને એટલા માટે જ કોઈ હિંસક જાનવર ની તેમજ મહાભારત ની યુદ્ધ ની તસવીરો પણ લગાવવી અશુભ માનવામાં આવે છે. આવી તસવીરો લગાવવાથી પરિવાર ના સભ્યો વચ્ચે કલેશ ઉભો થાય છે, અને ઘરમાં કંકાસ થાય છે.
ઘર માં એવી તસવીરો પણ ન રાખવી જોઈએ જેમાં પાણી માં કોઈ પણ હોડી, અથવા કોઈ માણસ જે પાણી માં ડુબતું હોઈ અથવા આથમતા સુરજ એટલે કે ડૂબતા સૂરજની તસવીર પણ ન રાખવી જોઈએ કારણ કે એ જો ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થઇ શકે છે. તેમજ ઘર ના સભ્યો ની અંદર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.