સામાન્ય રીતે લોકો ને પોતાના ઘર માં એક દીકરા નો જન્મ થઇ જાય તેવી અપેક્ષા હોય છે. કારણ કે દીકરા ને લોકો વૃદ્ધાવસ્થા ની લાકડી સમાન ગણતા હોય છે. અને પોતાના જીવન ની વૃદ્ધાવસ્થા નો સમય માં ટેકો રહે તે માટે દરેક લોકો દીકરા ની અપેક્ષા રાખતા હોય છે.
અને પોતાનો વંશ વેલો ચાલુ રહે પરંતુ એ દીકરા ના લગ્ન થતા જ તે બધી જવાબદારી તેની પત્ની ને સોંપી આપતો હોય છે. અને એ કારણે દીકરા ની બદલે દીકરા ની વહુ વૃદ્ધાવસ્થા ની લાકડી બની જતી હોય છે અને તે વહુ જ હોય છે કે જેના સાથ થી તેના સાસુ સસરા તેનું વૃદ્ધાવસ્થા નો સમય વ્યતીત કરે છે.
આખા ઘર માં એક વહુ જ હોય છે. જેને તેના સાસુ સસરા ને ક્યાં સમયે ચા નાસ્તો આપવો અને સવારે કઈ દવા આપવી બપોરે જમવાનું બનાવવા માં બંને ની તબિયત ને અનુકૂળ આવે તેવી રસોઈ બનાવવી સાંજે ચા નાસ્તો અને રાતે સમયસર જમાડી ને દવા આપવી.
સાથે સાથે ઘર ના અન્ય સભ્યો માટે પણ તેને ભાવતા ભોજન બનાવવા અને સાસુ સસરા ને કઈ બીમારી આવી જાય તો સાથે સાથે તેમની સેવા પણ કરવી પરંતુ એક દિવસ પણ વહુ બીમાર પડી જાય અથવા તો ક્યાંય બહાર જવાનું હોય તો આખું ઘર રમણ ભમણ થઇ જાય છે.
પરંતુ દીકરા ને પંદર દિવસ માટે પણ ધંધા કે નોકરી ના કામે જવાનું થાય તો ઘર ની વ્યવસ્થા માં કશું ફરક પડતો નથી. અને વહુ બધું વ્યવસ્થિત રીતે ચલાવે છે. ઘર માં વહુ ની હાજરી ના હોય ત્યારે સાસુ સસરા ને તેની વૃદ્ધાવસ્થા ની લાકડી ક્યાંય ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે.
જયારે દીકરા ને તો એ પણ ખબર હોતી નથી કે માતા પિતા ને સવાર થી સાંજ સુધી માં ક્યાં સમયે શું જમવા માટે આપવું કે ક્યાં સમયે કઈ દવા આપવી આમ દીકરા ની અપેક્ષા હોય છે. પણ દીકરો માતા પિતા ની સેવા કરી શકે તેના કરતા અનેક ગણી સેવા વહુ કરે છે વહુ ની કદર કરો.