ગરીબ પતિ પત્નીના ઘરે અડધી રાત્રે કોઈએ દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલીને બહાર જોયું તો…
અષાઢ મહિનાની એક કાળી અંધારી રાત હતી, બહાર ખૂબ જ ભયંકર વરસાદ થઇ રહ્યો હતો. નાની એવી ઝૂંપડીમાં રાકેશ અને તેની પત્ની બંને સૂઈ રહ્યા હતા, તે ઝૂંપડીમાં બે માણસો સુવે એટલે ત્રીજા માણસ માટે જગ્યા ન રહે એટલી નાની ઝૂંપડી હતી.
ભયંકર વરસાદ થઇ રહ્યો હોવાથી ઝૂંપડીમાં ઉપર તાલપત્રી રાખેલી હતી પરંતુ તેમાંથી પણ થોડું થોડું પાણી ઝૂંપડીમાં અંદર આવતું હતું. પતિ પત્ની ને આવી રીતે સુવાની આદત હોવાથી આ પાણી તેમને કંઈ પરેશાન નહોતું કરી રહ્યું. બંને સુઈ રહ્યા હતા.
એવામાં મધરાત્રી નો સમય થયો અને કોઈએ દરવાજો ખખડાવ્યો. રાકેશ જાગી ગયો તેની ઊંઘ ઊડી એટલે તેનું ધ્યાન ગયું કે કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે. રાકેશ ભલે નાના એવા ઘરમાં રહેતો હતો પરંતુ તે ખૂબ જ સજ્જન માણસ હતો. તેને તેની પત્ની ને જગાડી ને કહ્યું, માલતી જરા જાગી જા… અને દરવાજો ખોલી દે કોઈ આવ્યું છે. તેની પત્ની દરવાજા પાસે જ સુતી હતી.
માલતી જાગી અને તરત જ તેના પતિને કહેવા લાગી પરંતુ અત્યારે અડધી રાત્રે કોણ આવ્યું હશે, અને આવા વરસાદમાં જો કોઈ આશરો માગવા આવ્યું હશે તો તમે ના પણ પાડી શકશો?
પતિએ જવાબ આપતા કહ્યું અરે આટલો ભારે વરસાદ થઈ રહ્યો છે જરૂર કોઇ આશરો માગવા માટે જ આવ્યું હશે. તું દરવાજો ખોલે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પત્નીએ કહ્યું પરંતુ અહીં જગ્યા નથી, તો આપણે કઈ રીતે અહીં જગ્યા કરીશું? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાકેશ જવાબ આપ્યો બે લોકોના સુવા માટે પૂરતું છે એવી રીતના ત્રણ લોકો અહીં બેસી પણ શકે છે તેના માટે પણ પૂરતું છે. તું દરવાજો ખોલી આપ. જે આપણા દરવાજે આવ્યો છે તે પાછો ન જવો જોઈએ.
પત્નીએ દરવાજો ખોલ્યો, હકીકતમાં પતિ-પત્ની જે વિષે ચર્ચા કરી રહ્યા હતા એવી જ રીતે કોઈ આશરો શોધતું શોધતું અહીં આવ્યું હતું, અને ખુબ જ અનરાધાર વરસાદ વરસતો હોવાથી તરત જ તેને અંદર બોલાવ્યા. ત્રણેય લોકો બેસી ગયા અને વાતચીત કરવા લાગ્યા. હવે સૂવાની જગ્યા ન હતી.
થોડો સમય પસાર થયો કે ફરી પાછો કોઈએ દરવાજો ખખડાવ્યો. ફરી પાછું રાકેશે તેની પત્ની માલતીને કહ્યું દરવાજે કોણ આવ્યું છે જરા દરવાજો ખોલો.
માલતી એ કહ્યું હવે તમે શું કરશો? આપણી પાસે જગ્યા નથી ફરી પાછો કોઈ આશરો માંગ્યો તો આપણે શું કરીશું?
રાકેશ એ કહ્યું ભલે બેસવાની જગ્યા ન હોય પરંતુ ઉભા રહેવાની ઘણી જગ્યા છે, આપણે ઊભા રહીશું. તમે દરવાજો ખોલો. અત્યારે આવા વરસાદમાં લગભગ કોઈ ખૂબ જ મજબુર માણસ જ આવ્યો હશે.
પત્નીએ દરવાજો ખોલ્યો બહાર ઊભેલા અજાણ્યા વ્યક્તિ આશરો માંગવા માટે જ આવ્યા હતા, અનરાધાર વરસાદ હજુ ચાલુ હતો અને તેની ઝુંપડીમાં ચાર લોકો હવે થઈ ચૂક્યા હતા.
રાકેશ માલતી અને બીજા બે માણસો ત્યાં હવે ઉભા ઉભા વાતો કરવા લાગ્યા, ખૂબ જ નાની ઝૂંપડી અને એમાં પણ ચાર લોકો ઊભા હતા અને ઉપરથી તાલપત્રી ઉપર પડી રહેલા વરસાદના છાંટનો ભયંકર અવાજ પણ આવી રહ્યો હતો.
થોડા સમય પછી બહારથી કુતરા નો અવાજ આવ્યો, કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો અને તેને નજીક આવી ને દરવાજો હલાવ્યો.
રાકેશ એ તરત જ તેની પત્નીને ફરી પાછું કહ્યું દરવાજો ખોલો.
પત્નીએ જરા દરવાજો ખોલીને બહાર ડોકિયું કર્યું ફરી પાછો દરવાજો બંધ કરીને કહ્યું અરે તમે પાગલ થઈ ગયા છો, હવે તો આમાં કઈ રીતે જગ્યા પૂરી થશે?
રાકેશ એ તેને જવાબ આપતા કહ્યું અત્યાર સુધી તો માણસો આવ્યા હતા. હવે જે આવ્યું છે તે માણસ પણ નથી, અને તે પણ આશરો લેવા માટે જ આવ્યું છે તેને આપણી પાસે આશરો માંગ્યો છે. એને પોતાનું કામ કરી લીધું છે હવે આપણે તેને આશરો આપવાનું કામ કરવાનું છે. તું દરવાજો ખોલે.
પત્ની ફરી પાછું કહ્યું હવે તો ઝૂંપડીમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી તમે કઈ રીતે જગ્યા કરશો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પતિએ જવાબ આપતા કહ્યું અત્યારે આપણે જરા આરામથી ઉભા ઉભા વાતો કરી રહ્યા છીએ આપણે થોડા સંકડાશ થી ઊભા રહીશું તો જગ્યા થઈ જશે. અને હા બીજી વાત એ કે આ કોઈ અમીર માણસો નો મહેલ નથી કે જેમાં જગ્યા ન હોય.
આ આપણા ગરીબની ઝૂંપડી છે અહીંયા જગ્યા થઈ જશે, અને હકીકતમાં જગ્યા કોઈ મહેલમાં કે ઝૂંપડીમાં નથી હોતી પરંતુ જગ્યા માણસના હૃદયમાં હોવી જરૂરી છે.
આપણે ઘણી વખત જોયું હશે કે કોઇ ગરીબ માણસ કંજૂસ નથી હોતો, અને ઘણી વખત જોયું હશે કે માણસો ગમે તેટલા ગરીબ હોવા છતાં તેઓનું હૃદય ખૂબ જ મોટું હોય છે.
અને હકીકતમાં વિચારવા જઈએ તો એ કંજૂસ થવા માટે એની પાસે કંઈ છે જ નહીં, શું કામ એ કંજૂસ થાય… જેમ જેમ માણસ પૈસાદાર થતા જાય છે તેમ ઘણી વખત માણસોમાં કંજુસાઈ વધવા લાગે છે અને સાથે સાથે વધુ ને વધુ પૈસાદાર બનવા માટે લોભ પણ વધે છે અને મોહ પણ વધે છે.
એટલા માટે જ આપણે મોટું દિલ રાખીને જરૂરિયાત મંદ લોકો ને મદદે આવવું જોઈએ તેમજ કોઈની મદદ કરવામાં ખચકાટ ન અનુભવો જોઈએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો.