ગામના બધા લોકોને રાજાએ એક-એક હજાર સોનામહોરો આપી, 10 દિવસ પછી ગામમાં એવું થયું કે રાજા…

આઠ-દસ દિવસ પછી ગામ માં હાહાકાર થઇ ગયો કારણ કે નાના નાના ભૂલકાઓ માટે ગાય નું દૂધ પણ મળવાનું બંધ થઇ ગયું. કોઈ બીમાર હોય તો તેના માટે દવા પણ મળે નહીં આ બધી હાલત જોઈને રાજા દુઃખી દુઃખી થઇ ગયા અને મંત્રી જી ને બોલાવ્યા.

મંત્રીજી એ આવી ને રાજા ને કહ્યું કે બોલો મહારાજ શું હુકમ છે? રાજા એ કહ્યું કે દરેક પરિવાર ને સોના મહોર દેવાની વાત નો કોઈ એ વિરોધ કર્યો નહિ. અને તમે એક જ એવા હતા કે આ નિર્ણય થી નારાજ હતા અને ગામ ની જે પરિસ્થિતિ નું નિર્માણ થયું એ મારા થી જોવાતી નથી.

ત્યારે જવાબ માં મંત્રીજી એ કહ્યું કે જે માણસો મહેનત મજૂરી કરી ને ખાતા પિતા હતા અને આનંદ માં હતા એ બધા લોકો ને આ એક હજાર સોના મહોરે આળસુ કરી દીધા છે. અને મફત માં મળેલી સંપત્તિ માંથી કોઈ માણસ ને કામ કાજ સુજે નહિ એટલે નાના થી મંડી ને મોટા સુધી બધા જલસા કરવા માં પડી ગયા.

દરેક માણસો નું કામ કાજ ચાલતું હતું એ બધું વેરવિખેર થઇ ગયું છે વેપારીઓ ને નુકશાન ખેડૂતો નો પાક બગડી ગયો. અને બધા લોકો ને કંઈક ને કંઈક નુકશાન થયું.

અને મહારાજ હવે આ વર્ષે તમે જેમ કહેતા હતા ને કે કર ના રૂપિયા આવશે તે ક્યાં રાખીશુ તો હવે સાંભળી લો કે આ વર્ષે કર ના રૂપિયા જ નહિ આવે, કારણ કે જે લોકો મહેનત મજૂરી કરી ને ખાતા હતા એ લોકો ને હવે કંઈ કરવાની જરૂર નથી કારણકે તેઓ પાસે સોનામહોરો છે ત્યાં સુધી તો જલસા કરશે.

પરંતુ સોનામહોરો પૂરી થઈ ગયા પછી પણ કોઈ ને કામ ધંધો સુજસે નહિ. અને આમાંથી ઘણા માણસો બેકાર થઇ જશે અને ઘણા લોકો ખોટા કામ ના રવાડે ચડી જશે જે મને પહેલે થી ખબર હતી જેથી હું આપણી આ વાત નો વિરોધ કરતો હતો અને નારાજ હતો.

આ વાત તો રાજાશાહી ની હતી પરંતુ અત્યારે પણ આપણા જીવન માં લાગુ પડે છે આપણે આપણી આજુબાજુ ના માણસો માંથી જ જોઈ શકતા હોય કે આવી રીતે મફત માં મળતી સગવડતા ભોગવવા ની ટેવ પડી જાય ત્યારે મહેનત કરવાનું સુજતુ નથી.

એક મોટા સંત પણ કહેતા કે તમારા વંશજો ને શેઠ કે શાહુકાર બનાવવા હોય તો ખવડાવવા વાળો વિચાર રાખો અને બધાને ખવડાવો પરંતુ તમે ખાવા વાળો વિચાર રાખશો અને એવી ટેવ રાખશો તો તમે અને
તમારા વંશજો ને ગુલામી ની આદત પડી જશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel