ગામના બધા લોકોને રાજાએ એક-એક હજાર સોનામહોરો આપી, 10 દિવસ પછી ગામમાં એવું થયું કે રાજા…

એક રાજા પોતાના મંત્રી અને રાજ દરબાર ના બધા મહાનુભાવો ની સાથે દરબાર ભરીને બેઠા હતા રાજા પ્રજા માટે નસીબદાર હતા જ્યારે થી રાજપાઠ સંભાળ્યું ત્યાર થી રાજ માં નાના માં નાના કારીગર મજુર થી લઇને ખેડૂત કે વેપારી બધા ને કામકાજ બહુ ચાલતું. અને પ્રજા ના બધા વર્ગ ના લોકો ખુબ જ ખુશ હતા.

બધા લોકો ને એકદમ સંતોષ હતો જેના હિસાબે રાજા ને કર ની આવક એટલી બધી સારી હતી કે હવે કર આવે તો તેનું શું કરવું તે વિચારવું પડે તેમ હતું. એવા માં રાજા એ મંત્રી ને કહ્યું કે રાજ ના ભંડોળ માં હવે કર ના રૂપિયા સાચવવાની જગ્યા નથી તો આપણે પ્રજા ના દરેક પરિવાર ને એમાં થી એક હજાર સોનામહોર ભેટ માં આપી દઈએ.

એક દિવસ વિચાર કરી ને મંત્રીજી એ કહ્યું કે આપનો સુજાવ મને યોગ્ય નથી લાગતો, કારણ કે પ્રજા ના કર માંથી આવેલા રૂપિયા આપ તેના કલ્યાણ માં વાપરી શકો છો પરંતુ તેને રોકડા કે સોનામહોર ના સ્વરૂપ માં પાછા આપવા યોગ્ય નથી.

ત્યારે રાજા એ મંત્રી ને જવાબ આપ્યો કે પ્રજા ની જરૂરિયાત ના કોઈ કામ બાકી નથી. પ્રજા માં કોઈ ને કંઈ પણ મદદ ની જરૂર નથી. તો હવે આ રૂપિયા નું આપણે શું કરીએ અને પાછો આ વર્ષ નો કર આવે તે આપણે ક્યાં સાચવીશું?

આ બધી ચર્ચા ના અંતે રાજા એ કહ્યું કે આપણે દરેક ને સોનામહોર આપી દઈએ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. રાજા પોતાની વાત પર કાયમ રહ્યા અને ગામ માં ઢંઢેરો પીટાવ્યો કે આવતી અમાસે આખા ગામ ના દરેક પરિવારો ના વડીલ ની હાજરી ફરજીયાત છે. તો બધા વડીલો એ હાજર રહેવું ગામ માં તો દરેક જગ્યાએ બધે ચર્ચા થવા લાગી કે એવું તે શું કારણ હશે કે રાજા એ દરેક પરિવાર ના વડીલો ને બોલાવ્યા છે?

આજે અમાસ ના દિવસે રાજ દરબાર માં રાજા, મંત્રી, મહાનુભાવો ની સાથે સાથે બધા ઘર ના વડીલો ની પણ હાજરી હતી. અને રાજા એ એલાન કર્યું કે રાજ તરફથી આજે દરેક પરિવાર ને એક એક હજાર સોનામહોર ભેટ આપવામાં આવશે. અને પ્રજા માં જાણે આનંદ નું મોજું ફરી વળ્યું. અને રાજા નો જય હો જેવા સૂત્રો બોલાવવા લાગ્યા.

દરેક પરિવાર ના વડીલો ના હાથ માં એક એક હજાર સોના મહોર આપી દેવા માં આવી. અને બધા રાજ દરબારમાંથી પોતાના ઘરે ગયા. આખા ગામ માં બધા ખુશ હતા. પણ એક મંત્રી રાજા થી ખુબ જ નારાજ હતા, પણ રાજા એ જે નક્કી કરી નાખ્યું તેની સામે કોઈથી કંઈ બોલાય નહિ.

હવે ગામ ના બધા લોકો સોનામહોર મળ્યા નો આનંદ માણવા લાગ્યા અને ઉજવણી કરવા લાગ્યા. હવે તો દરેક ઘર માં વગર મહેનતે એક હજાર સોના મહોર આવી ગઈ છે. ત્રણ ચાર દિવસ પછી ગામ માં એવું થયું કે વેપારી ની દુકાન માં કોઈ ખરીદી કરવા જાય તો કોઈ જાત નો માલ હજાર નથી તેવું કહેવા માં આવે કારણ કે બધા મજુર રાજા ઉપર ઉતરી ગયા.

ધીમે ધીમે ગામ માં ઘણી દુકાન બંધ થવા લાગી, વાણંદની દુકાન બંધ ચા-નાસ્તા વાળા ની દુકાન બંધ, શાકભાજી વાળા ની રેંકડી બંધ, જીવન જરૂરિયાત ની કોઈ વસ્તુ પણ મળે નહિ. અને ખેતીવાડી માં મજુર રજા ઉપર ઉતરી જતા તૈયાર થયેલો પાક કોણ ઉતારે? અને ઉભો પાક કે જે તૈયાર થઇ ગયો હતો તે બગડવા લાગ્યો. આમને આમ બે ત્રણ મહિના વીતી ગયા.

અને બધી ચીજ વસ્તુ ના ભાવ આસમાને પહોંચી ગયા વેપારી વેપાર તો કરી શકે પણ માલ તેના ગોડાઉન માંથી દુકાન પર કોણ લાવે? એમ જ ખેડૂત એકલા હાથે કેટલું કામ કરી શકે? મજુર વગર તો મોટા ભાગ ભાગ નું કામ અટકી પડે અને વેપાર ને ખેતીવાડી તેમાં નાના મોટા દરેક ધંધા માં માણસો ને નુકશાન જવા માંડ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel