ગામમાં જુવાનિયાઓએ નક્કી કર્યું કે આ વખતે લગ્નમાં જાનમાં કોઈ ઘરડા વ્યક્તિઓને લઈને નથી જવું, અને જાનમાં માત્ર જુવાનિયાઓ ગયા તો ત્યાં જઈને દીકરીના પરિવારે એવું કહ્યું કે…

જુના સમય ની વાત છે. એક ગામ માંથી બીજા ગામ માં લગ્ન ની જાન લઇ ને જવાનું હતું, ત્યારે ગામ ના બધા જુવાનિયાઓ એ નક્કી કર્યું કે જાન લઇ ને આપણે બધા જુવાનિયાઓ જ જઈશું. ગામ માંથી કોઈ પણ વૃદ્ધ માણસ ને જાન માં નથી લઇ જવાના.

એ લોકો ને ગામ માં જ રહેવાનું છે. જાન માં આવી અને બધા આપણા પર હુકમ કરે રાખે છે. અને બધા જુવાનિયાઓ જાન લઇ ને ગયા, પણ એક વૃદ્ધ માણસ ને ખબર હતી કે આ છોકરાવ ને જિંદગી ના અનુભવ નથી અને જોશ માં અને જોશ માં જાન લઇ ને તો જાય છે. પણ ત્યાં ગમે તે કામ માં વૃદ્ધ ની જરૂરત તો પડશે જ.

એટલે તે જુવાનિયાઓ ને ખબર ના પડે તેમ ગાડા ની નીચે ની જગ્યા માં છુપાઈ ને જાન માં ગયા, જાન માં બધા જુવાનિયાઓ ને જોઈ ને દીકરી ના ગામ વાળા તો સમજી ગયા કે કોઈ વૃદ્ધ ને લઇ ને તો નથી આવ્યા. પણ આપણે પણ તેની ચકાસણી કરીશું કે આ જાન માં કોઈ હોશિયાર માણસ પણ આવેલ છે કે નહિ?

બહાર ગામ થી આવેલ જાન ને જમવા માટે બેસાડે છે, ત્યારે માંડવેથી એક વૃદ્ધ વ્યક્તિ જમવા બેસેલા જુવાનિયાઓ ની વચ્ચે આવી અને કહે છે કે તમે ભલે કોઈ વૃદ્ધ વડીલ ને લઇ ને આવ્યા નથી. પણ અમે દીકરી ના લગ્ન કરીને ત્યારે જ વળાવીશું, જયારે તમે અમારી શરત પુરી કરશો.

અને માંડવપક્ષ ના વડીલે પિરસવાવાળા ને કહ્યું કે બધા ની થાળી માં લાડવા મુકો, અને થોડી વાર માં આખી જમવા બેઠેલા જાનૈયાની થાળી માં લાડવા પીરસાઈ ગયા. પછી એ વૃદ્ધ વડીલે કહ્યું કે હવે હું મારી શરત જણાવું છું. તમારે બધા ને પોતાનો હાથ કોણી થી વાળ્યા વિના આ લાડવા જમવાના છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel