ગામડાના લોકો કેવા ગરીબ હોય છે તે જોવા માટે એક દીકરાને તેના પપ્પા ગામડે લઈ ગયા, પરંતુ પાછા ફરતી વખતે દીકરાએ એવું કહી દીધું કે…

આપણી પાસે સ્વીમીંગ પુલ છે જ્યારે તે લોકો પાસે તો નદીઓ છે.

આપણી પાસે રાત્રે ટ્યુબલાઈટ છે, જ્યારે તે લોકો પાસે તો રાત્રે તારાઓ છે.

આપણે ખાવાનું બજારમાંથી ખરીદીએ છીએ જ્યારે તેઓ પોતાનું ખાવાનું પોતે જાતે જ ઉગાડે છે.

આપણી પાસે આપણા રક્ષણ માટે દીવાલ છે, તે લોકો પાસે રક્ષણ માટે મિત્રો છે.

આપણી પાસે સમય વિતાવવા માટે ટીવી વગેરે વસ્તુઓ છે. તેઓ પોતાનો સમય તેના પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે.

દીકરાના મોડેથી આવો જવાબ સાંભળવાની પિતા અને જરા પણ આશા હતી નહીં, એટલે સ્વાભાવિક છે કે આવો જવાબ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયા. પિતાના મોટામાં બોલવા માટે હવે એક પણ શબ્દ હતો નહીં.

ફરી પાછું દીકરાએ તેને કહ્યું કે થેન્ક્યુ ડેડી, તમારો ખૂબ જ આભાર મને સત્ય દેખાડવા માટે કે આપણે હકીકતમાં કેટલાક ગરીબ છીએ.

આ સ્ટોરી તમે વાંચી અને સમજશો તો તમને પણ બોધ સમજાશે કે જીવનમાં હંમેશા માત્ર પૈસા એ જ આપણી જિંદગી ઉજળી, ઉત્તમ અને સારી બનાવે તેવું જરૂરી નથી. અલબત્ત પૈસા જીવન જીવવા માટે જરૂરી અને મહત્વનું છે પરંતુ સાથે સાથે આપણો પ્રેમ, આપણી સાદગી, આપણી કરુણા, આપણા મિત્રો, આપણા સંબંધો અને આપણો આખો પરિવાર આપણી જિંદગી ને સમૃદ્ધ બનાવી શકે છે.

સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ સ્ટોરી કેવી લાગી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel