ગામડા અને શહેર વચ્ચે શું તફાવત હોય છે? તે આ 14 વર્ષના દીકરાએ એવું વર્ણવ્યું કે બધા લોકો…

આઠમા ધોરણ ના ક્લાસ માં શિક્ષકે કહ્યું કે આવતી કાલે બધા ને એક એક નિબંધ લખવાનો છે, કાલે નિબંધ ની હરીફાઈ છે, અને જે પહેલા નંબર પર આવશે, તેને પાંચસો એક રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે.

બીજા દિવસે ક્લાસ ના બધા વિદ્યાર્થીઓ એ નિબંધ લખ્યો અને શિક્ષક ને આપ્યો તેમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનો નિબંધ વાંચીને શિક્ષક અત્યંત પ્રભાવિત થઈ ચૂક્યા હતા.

શિક્ષકે તેને તે વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે તારા મનમાં નિબંધનો આ વિષય કઈ રીતે આવ્યો?ક્લાસમાં શિક્ષકે કહ્યું કે આ છોકરાએ ગામડા અને શહેર વચ્ચે નો તફાવત વિષય ઉપર નિબંધ લખ્યો છે. પરંતુ આ નિબંધ વાંચીને હું ભાવુક થઈ ગયો.

વિદ્યાર્થીએ જવાબ આપતા કહ્યું કે મારા પિતાને ગામડે ખેતર હોવાથી અમારે અવાર-નવાર ગામડે જવાનું થતું હોય છે. અને મને જ્યારે પણ પિતા પૂછે કે તને ગામડું ગમે કે શહેર ત્યારે હું તરત જ તેને જવાબ આપતો કે મને તો ગામડું પસંદ છે.

આવી રીતે અવારનવાર ગામડે જવાથી મને ગામડા વિશે ઘણી ખબર છે અને એટલા માટે ગામડા અને શહેર માં શું તફાવત હોય છે તેના વિશે નિબંધ લખ્યો હતો.

તે નિબંધમાં તેણે લખ્યું હતું કે…

ગામ અને શહેર માં એટલું અંતર છે કે ગામ માં ગાય માતા ને પાળવામાં આવે છે, અને કુતરા રખડતા હોય છે. જ્યારે શહેર માં કુતરા પાળવામાં આવે છે. ગાય માતા માતા આખા શહેરમાં રખડતી હોય છે.

પણ એક બીજી અગત્ય ની વાત એ છે કે કુતરા તો ઘર માં રહે છે, પણ તેના માં બાપ તેના ઘર માં પોસાતા નથી. અને જયારે સગા માં બાપ વૃદ્ધાશ્રમ માં રહે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel