ગામડા અને શહેર વચ્ચે શું તફાવત હોય છે? તે આ 14 વર્ષના દીકરાએ એવું વર્ણવ્યું કે બધા લોકો…

જયારે ગામ ના એક પણ ઘર ના માં બાપ તેના દીકરાઓ થી અલગ રહેતા નથી. અને તેનું માન સન્માન પૂરેપૂરું રાખવામાં આવે છે/ જયારે શહેર માં માં બાપ ને માન સન્માન દેવામાં પણ દીકરાઓ ને ગુલામી જેવું લાગે છે.

ઘર ના કુતરા ને તો સવાર સાંજ મોટર માં કે સ્કૂટર માં ફરવા માટે લઇ જશે, પણ મહિને બે મહિને એક વાર પણ માતા પિતા ને ફરવા લઇ જવા નો તેની પાસે સમય નથી.

વૃદ્ધ માં બાપ ની કોઈ પણ જાત ની સેવા કરવા માટે શહેર ના દીકરાઓ ને જરા પણ સમય નથી હોતો, માતા પિતા બીમાર હોય કે પથારીવશ હોય, તેના દીકરા કે વહુ ને કોઈ જ ફરક નથી પડતો.

વૃદ્ધ માતા પિતા ને બાથરૂમ જવું હોય તો મહા મહેનતે લાકડી નો ટેકો લઇ ને અથડાતા ભટકાતા માંડ માંડ જાય છે. અને પાછા પથારી પર આવે ત્યાં તો શ્વાસ ચડી ગયો હોય.

આવી દયા જનક સ્થિતિ માં પણ માતા પિતા નો હાથ પકડી ને સાથે ચાલે નહિ તે દીકરા વહુ શહેર ના છે. અને ગામ ના દીકરા અને વહુ આ બધી સેવા પ્રેમ ભાવ થી કરે આટલો ફરક છે.

ગામ અને શહેર ના સંસ્કાર માં જીવન નું સત્ય છે કે અનાથ આશ્રમમાં બાળકો મળે છે ગરીબોના અને વૃદ્ધાશ્રમ માં વડીલો મળે છે પૈસાવાળાના.

નિબંધ જયારે શિક્ષકે વાંચ્યો ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ કારણ કે તે તેના માતાપિતાને ગુમાવી ચુક્યા હતા. તરત જ બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે લોકો માતા પિતાની બને તેટલી સેવા કરજો નહીં તો ગુમાવ્યા પછી મારી જેમ મનમાં વસવસો રહી જશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel