ફુદીના ગરમી માં વિશેષ ઉપયોગી એક સુગંધિત ઔષધિ છે તે રુચિકર પાચન માં હળવા તીક્ષ્ણ હૃદય ઉત્તેજક કફ ને બહાર કાઢવા વાળા અને ચીત ને પ્રસન્ન કરે છે.
ફુદીના ના સેવન થી ભૂખ ઉઘડે છે અને વાયુનું શમન થાય છે તેમજ પેટ માં રહેલા વિકારો માં વિશેષ લાભકારી છે સાથે સાથે શ્વાસ મૂત્ર ના રોગ અને ચામડી ના રોગ માં પણ લાભકારી છે
*પેટના રોગ માં અપચો અજીર્ણ અરુચિ મંદાગ્નિ આફરો ઉલટી થવી ખાતા ઓડકાર આવવા જેવા અનેક રોગોમાં ફુદીના ના રસ માં જીરા નું ચૂર્ણ અને અડધું લીંબુ ના રસ સાથે લેવાથી ફાયદો થાય છે.
* ગરમી માં એક ગ્લાસ ઠંડા પાણી માં ફુદીના નો રસ અને સાકર મિલાવી ને પીવા થી ઠંડક લાગે છે.
*તાજો ફુદીનો સાથે કાળા મરી આદુ સિંધાલું નમક કાળી દ્રાક્ષ અને જીરું આ બધી વસ્તુ ની ચટણી બનાવી અને તેમાં લીંબુ નો રસ ઉમેરી અને ખાવા થી ભૂખ લાગે છે અને જમવાની રુચિ થાય છે વાયુ ની તકલીફ દૂર થાય છે પાચનશક્તિ માં વધારો થાય છે અને પેટ ના અન્ય રોગ માં પણ ફાયદો થાય છે.
*ઝાડા ઉલ્ટી માં ફુદીના ના રસ માં લીંબુ નો રસ આદુ નો રસ અને મધ મિલાવી ને પીવાથી ફાયદો થાય છે.