ફેમિલી કોર્ટમાં છુટા-છેડાનો એક કેસ આવ્યો, જજે દિકરીને પુછ્યુ, તું કોની સાથે રહેવા માંગે છે? 10 વર્ષની દિકરીએ એવો ગંભીર જવાબ આપ્યો કે ત્યાં હાજર…

અંકિતાના માતા-પિતાને કૌશિકભાઇ એ તેની પુત્રી સાથે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. કોર્ટમાં હાજર થયા પછી શરૂઆતથી જ બંને લોકો ભારપૂર્વક છૂટાછેડાની માંગ કરી રહ્યા હતા. પરંતુ આ એક એવો આજીવનનો નિર્ણય હતો જેમાં ઘણી જિંદગીઓ સાથે જોડાયેલી હતી. એટલા માટે કૌશિકભાઇ એ તેઓને એક મહિના માટે વિચારવાનો સમય આપ્યો હતો. પરંતુ તે બંને છૂટાછેડાની વાત પર અડગ રહ્યા હતા. હવે સવાલ એ હતો કે બંને ની દીકરી કોની સાથે રહેશે?

કૌશિકભાઈ હંમેશા આ પ્રશ્ન બાળક પર છોડતા, અંકિતા એ સમયે માત્ર દસ વર્ષની જ છોકરી હતી. દેખાવે એકદમ સુંદર અને ખૂબ જ નિર્દોષ. તેનો ચહેરો જાણે આખી કોર્ટમાં કહી રહ્યો હતો કે કોર્ટમાં આવતા પહેલા તે ખૂબ રડી હશે.

જ્યારે અંકિતાને સાક્ષી બોક્સ પર બોલાવી ત્યારે કૌશિકભાઇ એ હંમેશાની જેમ અંકિતા ને પણ પૂછ્યું કે બેટા તું કોની સાથે રહેવા માંગે છે?

સામાન્ય રીતે કોઈપણ બાળકને આ સવાલ કરવામાં આવે ત્યારે તે તેની નજીકની વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરે છે. કારણ કે બાળકને શું થઈ રહ્યું છે તે મોટાભાગે ખબર હોતી નથી.

પરંતુ આ કેસમાં એવું ન થયું, થોડા સમય પછી અંકિતાએ બોલવાનું શરૂ કર્યું “મારો જન્મ આ ઘરે થયો શું તે મારો નિર્ણય હતો? જો આ નિર્ણય મારા હાથમાં હોત તો ભાગ્યે જ મારો જન્મ આ લોકોના ઘરે થયો હોત. આ લોકો મારા જન્મ માટે સાથે રહી શકે છે, પરંતુ ઉછેર વખતે આ લોકો ક્યાં અધિકાર સાથે અલગ થઈ શકે છે? જ્યારે મારા જન્મ નો નિર્ણય જ મારો ન હતો તો પછી ઉછેરનો નિર્ણય હું કેવી રીતે કરી શકું? જજ અંકલ, તમે જે પણ કંઈ નિર્ણય લેશો તેની સાથે હું સંમત છું.

આટલું બોલ્યા પછી વધારે અંકિતા કશું ન બોલી શકે.

એક દસ વર્ષની દીકરીના મુખેથી આવી ગંભીર વાત સાંભળીને આખી અદાલતમાં મૌન છવાઈ ગયું. કૌશિકભાઇ પણ પોતાના જીવનમાં પહેલીવાર અદાલતમાં આટલી શાંતી મહેસૂસ કરી રહ્યા હતા.

અચાનક જ એક અવાજ આવે છે અને અદાલતની શાંતિ ભંગ થઈ જાય છે, એ અવાજ કોઈ ના જોરજોરથી રડવા નો હતો. અંકિતાના માતા-પિતા બંને જોર જોરથી રડી રહ્યા હતા.

રડતા રડતા અંકિતા ની માતા બોલી મારે છુટાછેડા નથી જોઈતા સાહેબ. મારા પતિ ભલે દારૂ પીવે કે ભલે મને મારે પરંતુ હું તેની સાથે જ રહેવા જઈશ. મારી દીકરી નું જીવન મારા જીવન કે મારી લાગણી કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. મારી દીકરીને અત્યારે તેના માતા અને પિતા બંને ની મદદની જરૂર છે. જે માતા છુટાછેડા લેવાનું વલણ ધરાવી રહી હતી તેને ભરી અદાલતમાં આવા શબ્દો કહ્યા એટલે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

અંકિતા ના પિતા જગ્યા પરથી ઊભા થઈને પોતાની પત્ની પાસે જાય છે બંને હાથ જોડીને તેની માફી માંગતા કહે છે મને માફ કરી દે સુધા, હું આપણી દીકરી ના સોગંદ ખાઈને કહું છું હવે હું ક્યારેય દારૂ નહીં પીવું. ક્રૂર દેખાતી વ્યક્તિ આજે જાણે દયાના પાત્ર જેવી લાગી રહી હતી.

અંકિતાના માતા-પિતા બંને એ હાથ જોડીને કૌશિક ભાઈ ને કહ્યું, જજ સાહેબ, અમે બંને અમારી છૂટાછેડાની અરજી પાછી ખેંચીએ છીએ.

કૌશિકભાઈ એ સામે જવાબ આપ્યો ખુબ જ સરસ, દીકરીનું સુખી ભવિષ્ય આમાં જ રહેલું છે. અદાલતને આશા છે કે તમે બંને લોકો હંમેશા સાથે રહેશો અને પરસ્પર એકબીજા સાથે સારો વ્યવહાર કરશો.

કેસની સમાપ્તિ થયા પછી કૌશિક ભાઈ એ ખુબ જ ઉત્સાહિત થઈને સમાપ્તિ ઉપર સ્ટેમ્પ માર્યો. આજે મનોમન કૌશિકભાઇ હરખાઈ રહ્યા હતા કારણ કે તેઓ ની જિંદગી માં આનાથી વધારે રસપ્રદ કે આજ સુધી તેઓએ જોયો નહોતો.

આજે કૌશિક ભાઈ ની કોર્ટ ખરેખર ફેમિલી કોર્ટ જેવી દેખાઈ રહી હતી જ્યાં એક પરિવારનું મિલન થયું હતું.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને તમને આ સ્ટોરી કેવી લાગે તે કમેન્ટમાં જણાવજો.

શું તમે જાણો છો 200 KGs અડદિયા એકસાથે કેમ બને? જુઓ અડદિયા બનાવવાની સંપુર્ણ પ્રોસેસ બતાવતો રસપ્રદ વિડીયો ???

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel