તદુપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મગફળી એ સારી વસ્તુ છે, કારણકે મગફળીમાં મેંગેનીઝની સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે. આ મિનરલ્સ ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, મેટાબોલીઝમ તેમજ blood sugar ને નિયંત્રિત કરી શકે છે. એક સંશોધન અનુસાર મગફળી ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ લગભગ ૨૧ ટકા જેટલું ઓછું થઈ જાય છે. જોકે ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટમાં મગફળીને સામેલ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લઇ લેવી જોઈએ.
કોલેસ્ટ્રોલ માટે પણ મગફળી ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે મગફળીમાં ફોલિક એસિડ મળી આવે છે જે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે તદુપરાંત સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. અને એટલું જ નહીં એ શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત પણ કરી શકે છે અને સાથે સાથે કોરોનરી આર્ટરી રોગ થી પણ શરીરના સુરક્ષિત રાખે છે.
જણાવી દઈએ કે મગફળી ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે મગફળીમાં મળી આવતા મોનોસેચ્યુરેટેડ એસિડ ત્વચાને હાઈડ્રેટ રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે એટલા માટે શિયાળામાં ત્વચા જલ્દીથી સુકાતી નથી.
અને જો શિયાળામાં મગફળીનું સેવન કરવામાં આવે તો બ્લુ જેવી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે કારણ કે મગફળી ને પણ વિટામિન સી નો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. જે શરીરમાં શરદી તેમજ ઉધરસને ઓછી કરવામાં મદદ કરે છે અને આ ખાવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે.
જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે આ માહિતીને શેર કરજો, જેથી અનેક લોકો સુધી મગફળી ના ફાયદાઓ પહોંચી શકે.