એક યુવકે પ્રશ્ન પૂછ્યો હું લગ્ન કરું કે સન્યાસ લઈને સાધુ થઈ જઉં? આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે...

સંત કબીરજી નો એક શિષ્ય તેની પાસે આવે છે અને કહે છે કે મારી શિક્ષા પૂર્ણ થઇ છે હવે તમે મને કહો કે હું લગ્ન કરી અને ગૃહસ્થ જીવન નો રસ્તો અપનાવું કે સન્યાસ ધારણ કરી ને સાધુ સંત ના માર્ગ ને અપનાવું આ બંને માંથી મારા માટે શું સારું રહેશે એ મને સૂચન કરશો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે કબીરજી એ કહ્યું કે બંને વાત સારી છે જે પણ રસ્તો અપનાવવો હોય તે બહુજ સમજી વિચારી ને નક્કી કરો જે ઉચ્ચકોટિ નો રસ્તો લાગે તે અપનાવવો ત્યારે શિષ્ય એ કહ્યું કે ઉચ્ચકોટિ નો રસ્તો છે તે કેવી રીતે નક્કી કરવું એટલે કબીરજી એ કહ્યું કે એ ક્યારેક પ્રત્યક્ષ જ સમજાવીશ.

તે શિષ્ય કબીરજી પાસે રોજ આવતો. એક દિવસ કબીરજી બપોરના બાર વાગ્યા ના સમયે સુતર વણી રહ્યા હતા ત્યારે તે ખુલી જગ્યા એ બેઠા હતા અને ત્યાં પ્રકાશ પણ ઘણો હતો ત્યારે કબીરજી એ તેના પત્ની ને અવાજ કરીને કહ્યું કે એક દીવડો પ્રગટાવી અને આપો.

ત્યારે તેના પત્ની તુરંત જ એક દીવડો પ્રગટાવી ને કબીરજી બેઠા હતા ત્યાં રાખી ગયા અને કોઈ પણ જાત ના સવાલ જવાબ કર્યા નહિ કે તમે તડકા માં બેઠા છો તે દીવડા ના પ્રકાશ નું શું કામ છે

સાંજે એ શિષ્ય ને લઇ ને કબીરજી એક પહાડ પાસે ગયા અને પહાડ ની ટોચ પર રહેતા એક વૃદ્ધ સંત ને અવાજ કરી અને બોલાવ્યા અને કહ્યું કે મહારાજ આપણું એક જરૂરી કામ છે નીચે આવો વૃદ્ધ સંત બહુ તકલીફ ભોગવતા ભોગવતા નીચે આવ્યા ત્યારે કબીરજી એ પૂછ્યું કે આપની આયુષ્ય કેટલી છે ??

ત્યારે નીચે આવેલા સંતે કહ્યું કે એંશી વર્ષ આટલું બોલી અને તે પાછા પોતાની ઝૂંપડી માં પહાડ ચડી ને ગયા ત્યારે કબીરજી એ ફરીથી અવાજ કરીને તે સંત ને બોલાવ્યા અને તે ફરીથી નીચે આવ્યા ત્યારે કબીરજી એ પૂછ્યું કે આપ અહીંયા કેટલા વર્ષથી રહો છો ???

જવાબ માં સંતે કહ્યું કે હું અહીંયા પહાડ ઉપર ઝુંપડી બનાવી અને ચાલીસ વર્ષ થી રહુ છું અને ફરીથી એ સંત પહાડ પર ચડી ને પોતાની ઝૂંપડી માં ગયા અને કબીરજી એ તેને ત્રીજી વાર અવાજ કરી અને બોલાવ્યા અને તે સંત નીચે આવતા પૂછ્યું કે તમારા મોઢા માં હવે કેટલા દાંત બચ્યા છે ??? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે તે સંત હાંફી રહ્યા હતા તેથી કંઈ બોલી શક્યા નહીં અને પોતાનું મોં ખોલી ને બતાવ્યું અને થોડી વાર પછી કહ્યું કે હવે અડધા દાંત બચ્યા હશે ત્રણ વાર નીચે આવવાના કારણે તે એકદમ થાકી ગયા હતા અને તેના પગ પણ ધ્રુજી રહ્યા હતા અને હાંફી રહ્યા હતા.

પણ તે પરિસ્થિતિ માં પણ તે સંતે જરા પણ ગુસ્સો કર્યો નહિ, હવે કબીરજી તેના શિષ્ય ને સાથે લઇ ને ઘરે આવ્યા અને કહ્યું કે આજની આ બંને વાત માં તારા સવાલ નો જવાબ આવી ગયો છે તારે ગૃહસ્થ જીવન જીવવું હોય તો એવું પાત્ર શોધજે જે તારા માં સંપૂર્ણ વિશ્વાસ રાખે.

અને અને સાધુ સંત બનવું હોય તો ક્યારેય ગમે તેવી પરેશાની આવે ક્રોધ અને શોક જરા પણ મન માં આવી શકે નહિ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team