જુના સમય ની વાત છે એક નાના ગામ માં ભીમજીભાઈ નામ ના એક શેઠ રહેતા હતા. શેઠ બહુ હોશિયાર હતા. તેને ચાર પુત્રો હતા અને ચારેય પુત્રો ના લગ્ન થઇ ચુક્યા હતા. અને બધા શાંતિ થી પરિવાર ની સાથે રહેતા હતા ભીમજીભાઈ ને અલગ અલગ ચાર દુકાન હતી અને ચારેય પુત્રો એક એક દુકાન સાંભળી રહ્યા હતા.
સમય પસાર થઇ રહ્યો હતો. અને ભીમજીભાઈ વૃદ્ધ થવા લાગ્યા હતા તેના પત્ની નું અવસાન ચાર વર્ષ પહેલા જ થયું હતું હવે ભીમજીભાઈ વિચારી રહ્યા હતા કે તેની પાસે રહેલા ધન અને સંપત્તિ માં બધા દીકરા નો સરખો ભાગ તો છે પણ અત્યારે મારે કોને સોંપવી કે જે ધન અને સંપત્તિ ને સાચવી અને મારા અવસાન પછી બધા ને સરખા ભાગે આપે.
અને ત્યાં સુધી માં તે તેમાંથી ધન માં અને સંપત્તિ માં વધારો પણ કરી શકે તેના માટે તેને ચારેય પુત્રો અને પુત્રવધુ ને બોલાવ્યા અને એક એક કરી અને બધા ને પચીસ પચીસ દાણા ઘઉં ના આપ્યા અને કહ્યું કે હું જાત્રા કરવા માટે જાઉં છું અને ચાર વર્ષ જેવો સમય લાગશે.
હું જયારે પાછો આવું ત્યારે આ ઘઉં ના પચીસ દાણા સાચવી ને મને પાછા આપશો અને તમારા થી વધારો થાય તેટલો કરજો જેને સૌથી સારો ઉપયોગ કર્યો હશે તેને હું મારી પાસે રહેલું ધન અને બાકી ની સંપત્તિ સાચવવા માટે અને તેમાં વધારો કરવા નો અધિકાર આપીશ આટલું બોલી અને ભીમજીભાઈ જાત્રા કરવા માટે નીકળી ગયા
ભીમજીભાઈ જાત્રા કરવા માટે નીકળી ગયા ત્યારે મોટા દીકરા અને વહુ ને એમ લાગ્યું કે આ પચીસ દાણા ઘઉં ના ચાર વર્ષ પછી કોણ યાદ કરે અને પિતાજી આવી અને માગશે તો કોઠી માંથી બીજા ઘઉં ના દાણા આપી દેશું અને અમે તો બધા ભાઈ માં મોટા છીએ.
એટલે ધન અને સંપત્તિ તો પિતાજી અમને જ સાચવવા માટે આપશે કારણ કે મોટા હોવાના લીધે પહેલો હક્ક મારો જ બને આવું વિચારી અને તેને આપેલા ઘઉં ના દાણા તેને ફેંકી દીધા બીજા દીકરા એ ઘઉં ના દાણા પોતાના કબાટ માં રહેલા દાગીના ની સાથે સાચવી ને રાખી દીધા એવું વિચારી ને કે બાપુજી આવે ત્યારે આપણે એ જ ઘઉં ના દાણા તેને પાછા આપીશું તો તે ખુશ થઇ ને ધન સંપત્તિ મને આપશે.
અને ત્રીજા નંબર ના દીકરા એ પણ તે ઘઉં ના દાણા સાચવી અને ભગવાન ના મંદિર માં રાખી દીધા અને તેની પૂજા કરવા લાગ્યા એવું વિચારી ને કે પિતાજી એ આપેલ ઘઉં ને સારી રીતે સાચવી ને પરત કરીશું તો તે રાજી થશે અને સંપત્તિ મારા હાથ માં આપશે