એક વ્યક્તિએ તેના ચાર દીકરા વચ્ચે સંપત્તિનો એવો ભાગ પાડ્યો કે તમે પણ જાણીને…

હવે ચાર નંબર ના દીકરા નો વારો હતો તેને બહુ વિચારી અને સમજદારી થી ઘઉં ના એ પચીસ દાણા ને એક એક કરી અને જમીન માં વાવી દીધા અને જોતા જોતા માં તો એ બધા દાણા ઉગી નીકળ્યા તેને ઉગી નીકળેલા બધા દાણા ને ફરી થી જમીન માં વાવી દીધા.

અને તેના પિતાજી આવ્યા ત્યાં સુધી તેને આ ક્રમ જાળવી રાખ્યો અને ચાર વર્ષ માં તો આખું ગોડાઉન ભરીને ઘઉં તેની પાસે થયા હતા હતા જે તેના પિતાજી એ આપેલા પચીસ દાણા માંથી બનાવ્યા હતા

ચાર વર્ષ પછી પિતા જાત્રા કરી અને ઘરે આવે છે ત્યારે બધા પુત્રો ને બોલાવે છે અને ઘઉં ના દાણા નું શું કર્યું તે પૂછે છે ત્રણેય પુત્ર ને પૂછ્યા પછી સૌથી છેલ્લે નાના પુત્ર નો વારો આવે છે ત્યારે તે પુત્ર પિતાજી ને અને બધા મોટા ભાઈઓ ને પોતાની સાથે લઇ જાય છે.

અને ઘઉં ભરેલા ગોડાઉન માં લઇ ને જાય છે અને કહે છે કે તમે આપેલા ઘઉં ના પચીસ દાણા માંથી આ ગોડાઉન ભરીને ઘઉં મેં બનાવ્યા છે અને આ બધા ઘઉં તમારા છે ત્યારે તેના પિતા એ પોતાની પાસે રહેલા ધન થી ભરેલી તિજોરી ની ચાવી અને તમામ સંપત્તિ ના કાગળ નાના દીકરા ને સોંપ્યા અને કહ્યું કે જે રીતે તે ઘઉં માં વધારો કર્યો છે રીતે ધન અને સંપત્તિમાં પણ વધારો કરે એ મારે તને આશીર્વાદ છે.

આ સમજવાની વાત માં ઘઉં ના દાણા તો એક પ્રતીક ના રૂપે છે જે આપણને સમજાવે છે કે જીવન માં કરેલી નાની નાની શરૂઆત ને મહેનત અને ઈમાનદારી થી મોટું સ્વરૂપ ટૂંક સમયમાં પણ આપી શકાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.