એક વ્યક્તિ બે વખત તેના વેવાઈ ના ઘરે ગયો, ત્યાર પછી અચાનક સગાઈ તોડી નાખી, કારણ પૂછ્યું તો જણાવ્યું કે…

એક જજ સાહેબ હતા જે વર્ષોથી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કામ કરતા હતા. સંતાનમાં તેને એક દીકરો હતો. જે દીકરાની ઉંમર હવે લગ્ન કરવા જેવી થઈ ચૂકી હતી. થોડા સમય પછી દીકરા નો સંબંધ નક્કી કર્યો. અને દીકરા અને દીકરી બંને એકબીજાને પસંદ કરતા હતા. બંનેને એકબીજા સાથે મુલાકાત કરાવી ત્યાર પછી સંબંધ નક્કી કર્યો હતો.

થોડા દિવસો પછી બંનેની સગાઇ કરી દેવામાં આવી અને લગ્ન એકાદ વર્ષમાં નિર્ણય લઈને કરાવવાનું નક્કી થયું. સગાઈ થયા પછી થોડા દિવસો પછી એક વખત જજ સાહેબ તેના વેવાઈ ના ઘરે ગયા ત્યાં જઈને જોયું તો તેના વેવાણ રસોઈ કરી રહ્યા હતા બીજા બાળકો ટીવી જોઈ રહ્યા હતા અને તેની થનારી વહુ પણ ટીવી જોઈ રહી હતી.

તેના વેવાઈ સાથે બેસીને ચા પાણી પીધા એકબીજાના ખબર અંતર પૂછ્યા અને થોડા સમય પછી જજ સાહેબ પાછા પોતાના ઘરે જવા રવાના થઈ ગયા.

આ વાતને લગભગ 20-25 દિવસ જેટલો સમય વિતી ગયો. ફરી પાછું એક વખત જજ સાહેબ પોતાના વેવાઈ ના ઘરે ગયા. ત્યાં જઈને જોયું તો સાંજનો સમય હતો વેવાણ કચરો સાફ કરી રહ્યા હતા, તેની થનારી વહુ સૂઇ રહી હતી અને જજ સાહેબને તેના વેવાઈ ના ઘરે માત્ર પાંચ મિનિટ નું જ કામ હોવાથી ત્યાંથી તે ફરી પાછા નીકળી ગયા.

એ જ દિવસે ફરી પાછું વેવાઈનું કંઈક કામ પડ્યું હોવાથી તેઓ ફરી પાછા વેવાઈની ઘરે ગયા અને જોયું તો બધા લોકો જમીને બેઠા હતા, બાળકો જમીને ટીવી જોઈ રહ્યા હતા. તેઓના વેવાણ રસોડામાં વાસણ સાફ કરી રહ્યા હતા. અને તેના દીકરાની થનારી વહુ ફળિયા પાસે જ બેસી ને પોતાના હાથ માં નેલ પોલીસ કરી રહી હતી.

જજ સાહેબ ને પોતાનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી ત્યાં રહ્યા… પછી ફરી પાછા પોતાની ઘરે પાછા ફરી ગયા.

એક બે દિવસ સુધી જજ સાહેબ વિચાર કરતા રહ્યા, એક દિવસ બે દિવસ એમ કરતા કરતા પાંચ દિવસ સુધી જજ સાહેબ અત્યંત ઊંડાણ પૂર્વક વિચાર કરતા રહ્યા. પછી ખૂબ જ સમજી-વિચારીને તેઓએ દીકરી વાળા ના ઘરે સમાચાર પહોંચાડ્યા કે તેઓને આ સંબંધ મંજૂર નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel