એક વૃદ્ધ માજીએ જ્યૂસની દુકાનમાં રહેલા ગ્રાહક પાસે પૈસા માંગ્યા તો તે ગ્રાહકે પૈસા ની જગ્યાએ કહ્યું…

વર્ષો જૂની એક જ્યુસ ની દુકાન ઉપર બનેલી આ ઘટના છે, એક માણસ અંદાજે એની ઉંમર 50-55 હશે તેના મિત્ર મંડળ સાથે અહીં જ્યૂસ પીવા આવે. અને લગભગ 15 વર્ષથી આ એક જ જ્યુસ ની દુકાનના તેઓ ગ્રાહક હતા. અને દર રવિવારે તેઓ તેના મિત્ર મંડળ સાથે અહીં અચૂક મુલાકાત લેતા.

જ્યૂસની દુકાનના માલિક પણ તેને ઓળખવા લાગ્યા હતા, તેઓ બધા રવિવારે આવે અને મિત્ર મંડળ સાથે બેસીને ચર્ચા કરે આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેની હસી-મજાક ચાલુ હોય અને એકબીજાની મશ્કરી તો ખરી જ. ભલે બધા લોકોની ઉંમર ૫૦થી ઉપર હશે પરંતુ બધા જૂના મિત્રો એટલે મળે ત્યારે અવાર નવાર હસી મજાક ચાલુ હોય.

આજે પણ એવું જ થયું, બધા લોકો માટે જ્યુસનો ઓર્ડર આપીને ત્યાં અંદર બધા આરામથી બેસીને એકબીજા સાથે વાતો ચર્ચાઓ હસી મજાક કરી રહ્યા હતા એવામાં લગભગ એક વૃદ્ધ માજી ત્યાંથી પસાર થયા અને ત્યાં આવીને હાથ ફેલાવીને ઊભા રહી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પેલું મિત્ર મંડળ ત્યાં જ હતું એટલે તેમાંથી એક ભાઈએ તે માજી સામું જોયું, એ માજી ની ઉંમર જોતાં લગભગ 70થી ઉપર લાગે. ધીમે ધીમે ચાલી રહેલા માજી ત્યાં આવ્યા એટલે તે ભાઈ નું ધ્યાન ત્યાં પડ્યું, થોડા કમરેથી વાંકા વળી ચૂકેલા માજીના ચહેરા ઉપર પણ તેની ઉંમર ચોખ્ખી દેખાઈ રહી હતી.

તેને જોઈને તે માણસમાં ખબર નહીં શું થયું પરંતુ પૈસા ની જગ્યાએ તેણે તે વૃદ્ધ માજીને પૂછ્યું માજી તમે જ્યુસ પી શકશો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અત્યાર સુધી મિત્ર મંડળ ના બધા સભ્યો પોતાની વાતમાં મશગુલ હતા પરંતુ જેવું માજી ને જ્યુસ નો આગ્રહ કર્યો કે બધા લોકો આ વાતચીતમાં રસ દાખવવા લાગ્યા. અને ખાસ કરીને બધા લોકો એટલે જોવા લાગ્યા કે જો માજી ને પૈસા આપ્યા હોત તો કદાચ પાંચ થી દસ રૂ આપ્યા હોત પરંતુ જો તેઓ જ્યૂસ પીવે તો 70 રૂપિયા નો ખર્ચો થાય.

તે વૃદ્ધ માજી ને પહેલા થોડો સંકોચ થયો પછી તેણે જ્યૂસ પીવા માટે હા પાડી અને પછી તેના હાથમાં રહેલા કોઈએ આપેલા એક રૂપિયાનો અથવા બે રૂપિયાના સિક્કા તે માણસ ને આપી દીધા.

અરે, મને સમજાયું નહીં તમે આ મારા હાથમાં કેમ રૂપિયા આપ્યા? વૃદ્ધ માજીએ જવાબ આપતા કહ્યું તમે મારા જ્યુસ ના પૈસા આપો એમાં આ પણ ગણી લેજો.

પેલો માણસ કશું જવાબ ન આપી શક્યો અને દુકાનદારને કહ્યું ભાઈ એક વધુ જ્યુસ બનાવી આપજો. ફરી પાછા તેને આપી દીધા અને માજીએ ફરી પાછા એ પૈસા ને મુઠ્ઠીમાં સુરક્ષિત રાખ્યા અને બાજુમાં જમીન ઉપર બેસી ગયા.

જ્યુસનો ઓર્ડર કરી ચૂકેલા માણસને હવે થોડો અફસોસ થવા લાગ્યો કારણકે ત્યાં ખુરશી ની માત્રા સીમિત હતી અને વધારે બેસવાની વ્યવસ્થા ન હોવાથી માજી જમીન ઉપર બેસી ગયા હવે જો તે માણસ પોતાની ખુરશી તેને આપે તો દુકાનદાર અથવા બીજા અન્ય ગ્રાહકોને અથવા તેના મિત્રોને જ અનુકૂળ ન આવે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અથવા તેના મિત્રો કદાચ તેની મશ્કરી પણ કરવા લાગે. એટલે એ ડરથી તે માણસ એ વૃદ્ધ માજીને ઉપર બેસવાનો આગ્રહ ન કર્યો. સાથે સાથે તે પણ ખુરશીમાં બેસી રહ્યો નહીં અને તરત જ ઉભો થઇ ગયો.

એવામાં જ્યુસ લઈને દુકાનદારનો માણસ પણ આવી ગયો એટલે તરત જ મિત્ર મંડળ ત્યાં ખુરશી ઉપર બેસીને જ્યુસ પી રહ્યા હતા અને તેમાંથી બે ગ્લાસ જ્યૂસ લઈને તે માણસ વૃદ્ધ માજી પાસે જઈને જમીન ઉપર નીચે બેસી ગયો, જમીન ઉપર બેસવામાં તો કોઈને આપત્તિ ન રહે કારણ કે એવું કરવા માટે તે માણસ સ્વતંત્ર હતો. હા તેના મિત્રો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

હજી પાંચ મિનિટ પણ નહોતા થયા કે તરત જ દુકાનદાર ત્યાં એક ખુરશી લઈને આવ્યા લગભગ તેની પોતાની જ ખુરશી હતી. અને વૃદ્ધ માજીને ખુરશી ઉપર બેસાડ્યા અને નીચે બેઠેલા માણસને હાથ જોડીને કહ્યું અરે સાહેબ તમે પણ ઉપર આવી જાઓ. મારી દુકાન માં ગ્રાહકો તો ઘણા આવે છે પરંતુ માણસો ક્યારેક ક્યારેક જ આવે છે.

બંનેએ ખુરશી ઉપર બેસીને જ્યુસ પીધું. અને વૃદ્ધ માજી ની હાલત થોડી ગભરાયેલી હતી પરંતુ પેલા માણસના ચહેરા પર એક સંતોષ દેખાઈ રહ્યો હતો જાણે તેને વર્ષો પછી નીરાતે જ્યુસ પીધું હોય.

જ્યુસ પીધા પછી, તે માણસ માજી ને હાથ પકડીને બહાર સુધી લઈ ગયા, અને તેના આર્શિવાદ પણ લીધા. ત્યાર પછી દુકાનદારને કહ્યું ભાઈ કેટલા પૈસા થયા જ્યુસના?

દુકાનદારે એક ચીઠ્ઠી આપી, એને લાગ્યુ બીલ હશે પણ ચીઠ્ઠી ખોલી તો જોઈને ચોંકી ગયા કારણ કે તે ચીઠ્ઠી માં લખ્યું હતુ, અહિં જ્યુસના પૈસા લેવામાં આવે છે, પરંતુ માણસાઈ ના કોઈ પૈસા લેવામાં આવતા નથી.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team