એક વખત મહાદેવના પરમ ભક્ત એ મંદિરમાં કહ્યું હે ભગવાન મને એક વખત દર્શન આપો, બીજા જ દિવસે સવારે તે ચાલવા ગયા ત્યારે એવું થયું કે તે…

મહેશભાઈ મહાદેવજી ના પરમ ભક્ત હતા અને બહુ જ પ્રેમ અને શ્રદ્ધા થી મહાદેવજી ના પૂજા પાઠ કરતા હતા એક દિવસ પૂજા પાઠ પૂર્ણ કર્યા પછી તેને મહાદેવજી ને પ્રાર્થના કરી કે હું વર્ષોથી આપની પૂજા કરું છું પરંતુ મને એક પણ વખત તમે દર્શન આપ્યા નથી.

કે કોઈ જાત નો તમારો અનુભવ પણ કર્યો નથી તો આપ મને એક વખત દર્શન આપો અથવા કંઈક અનુભવ કરવો તેવી મારી વિનંતી છે. મહાદેવજી એ કહ્યું કે ઠીક છે તું રોજ સવારે દરિયા કિનારે ચાલવા માટે જાય છે ત્યારે જયારે તું રેતી પર ચાલતો હોઈશ ત્યારે તારા બે પગ ના નિશાન પડે છે.

તેની બદલે ચાર પગના નિશાન જોવા મળશે ત્યારે તું સમજી જજે કે મહાદેવજી પણ તારી સાથે ચાલી રહ્યા છે અને તને અનુભવ પણ મળી જશે અને પ્રમાણ પણ મહેશભાઈ બીજા દિવસે દરિયા કિનારે ચાલવા માટે ગયા અને ચાલતા ચાલતા તેને અનુભવ કર્યો કે રેતી માં બે પગ ના બદલે ચાર પગ ના નિશાન પડી રહ્યા છે.

ત્યારે તે મહાદેવજી નો જોર જોરથી અવાજ કરીને આભાર માનવા લાગ્યો કારણ કે તેને સાક્ષાત દર્શન આપ્યા નું પ્રમાણ હતું. અને તે ખુબ જ ખુશ થઇ ને નાચવા લાગ્યો અને આ ચમત્કાર તેની સાથે રોજ બનવા લાગ્યો. એકાદ વર્ષ પછી મહેશભાઈ ને ધંધામાં ખૂબ નુકસાન આવ્યું.

અને તેની પાસે રહેલી બધી સંપત્તિ ગુમાવવાનો સમય આવ્યો, ત્યારે બધા સગા સંબંધીઓ એ તેની સાથે વ્યવહાર બંધ કરી નાખ્યો. અને તેમાં કશું નવું પણ નથી આપણે જયારે તકલીફ માં હોઈએ ત્યારે કોઈ આપણું થવા આવતું નથી. બધા મુસીબત માં આપણ ને એકલા છોડે છે.

થોડા દિવસ તો મહેશભાઈ દરિયાકિનારે ચાલવા પણ જતા નહિ, પણ પછી ચાલવા જવાનું શરુ કર્યું. ત્યારે તેને ખબર પડી કે ચાર ના બદલે હવે પગ ના નિશાન પણ બે જ પડે છે તેને બહુ આશ્ચર્ય થયું અને વિચાર્યું કે મારી તકલીફ માં મેં ભગવાન ના પૂજાપાઠ બંધ કર્યા નથી તો પણ ભગવાને મારા ખરાબ સમયમાં મારો સાથ છોડી દીધો.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો તેમ તેનું કામકાજ અને ધંધો પાટે ચડી ગયો અને મહેશભાઈ ફરીથી પૈસે ટકે સુખી સંપન્ન થઇ ગયા. અને બધા સગા સંબંધીઓ એ પણ તેની સાથે બોલવા ચાલવાનું અને વ્યવહાર રાખવાનું શરુ કરી નાખ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel