એક સ્ત્રીને અજાણ્યા માણસે કિડનીનું દાન કર્યું, હોસ્પિટલના કેમેરામાં તેનો ચહેરો જોયો તો તે સ્ત્રી જોતી જ રહી ગઈ કારણકે...

નિશા આજે બહુ ખુશ હતી કારણ કે આજે કોલેજ ના છેલ્લા વર્ષ નું છેલ્લું પેપર હતું પરંતુ ખુશી ની સાથે સાથે એક વાત નું દુઃખ પણ હતું કે તેનો પ્રેમી વિશાલ ને હવે તે રોજ રોજ મળી શકશે નહિ બંને એકબીજા ને તેના જીવનસાથી ના રૂપ માં જોઈ રહ્યા હતા અને સાથે જીવન જીવવા ના સપના જોઈ રહ્યા હતા.

પણ આજ પછી બંને ને પોતાના ગામ પાછું ફરવું પડશે અને પોતપોતાના ઘરે જવું પડશે બંને ને છેલ્લા વર્ષ માં જ નોકરી મળી ગઈ હતી પણ તેને હજુ ચાર મહિના પછી નોકરી માં હાજર થવાનું હતું અને બંને એ નક્કી કર્યું કે આ ચાર મહિના માં બંને એકબીજા ને પસંદ કરેછે અને તે વાત તેના માતા પિતા ને સમજાવશે.

નિશા ની સામે એક બહુ મોટી સમસ્યા એ હતી કે તેના ભાઈ ને તો સમજાવી શકી પણ તેના પિતાજી ને સમજાવવું અશક્ય હતું અને પિતાજી ની સામે ભાઈ પણ પિતાજી નો સાથ આપી રહ્યો હતો કારણ કે તેના પિતાજી ની વિચારસરણી માં પ્રેમ લગ્ન ની વાત ઉતારવી એ લોઢા ના ચણા ચાવવા જેટલી મુશ્કેલ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બંને ના સમાજ ના રીત રસમ માં જમીન આસમાન નો ફરક હતો પણ બંને પ્રેમી પંખીડા વચ્ચે નો પ્રેમ દરિયા ની ઊંડાઈ જેટલો ઊંડો અને મજબૂત હતો હવે નિશાની નોકરી શરુ થઇ ગઈ હતી અને તેના માતા તેની સાથે શહેર માં રહેતા હતા અને પિતાજી પણ ગામડે થી આવતા જતા રહેતા હતા.

જ્યાં સુધી દીકરી ના લગ્ન ના થઇ જાય ત્યાં સુધી માં બાપ નું મન ચિંતાતુર રહેતું હતું અને સારા છોકરા ની તપાસ ચાલી રહી હતી નિશા ની સામે હવે એકજ વિકલ્પ હતો. એ વિશાલ ને ભૂલી જવો અથવા પરિવાર ની સાથે સંબંધ બગડી જાય તેવી તૈયારી સાથે બંને ભાગી ને લગ્ન કરે. અંતે બંને એ કોર્ટમાં લગ્ન કરી લીધા.

અને નિશા ના પરિવારે જાણે દીકરી નું અવસાન થઇ ગયું છે તેમ માની ને તેની સાથે બધી જાત ના સંબંધ કાપી નાખ્યા. નિશા તેના પિતા ને મનાવવા માટે ખુબ જ રડી. અને કરગરી પણ તેના પિતા એક ના બે ના થયા નિશા ને ભરોષો હતો કે પિતાજી અત્યારે ગુસ્સા માં છે.

પણ થોડો સમય વીતતા તેના પિતાજી તેના આ લગ્ન ને સ્વીકારી લેશે પણ વર્ષો સુધી તે સમય આવ્યો જ નહિ અને તેનો પિયર સાથે નો સંબંધ હંમેશ ને માટે સમાપ્ત થઇ ગયો લગ્ન ના અગિયાર વર્ષ પછી નિશા ની જિંદગી માં એક મોટું વાવાઝોડું આવ્યું અચાનક જ નિશા ની બંને કિડની એ કામ કરવાનું બંધ કરી દીધું.

ત્યારે નિશા ને સંતાન માં એક સાત વર્ષ નો દીકરો હતો વિશાલ એક સાથે અનેક સમસ્યા નો સામનો કરી રહ્યો હતો તેમાં કિડની શોધવા ની એક વધુ જવાબદારી આવી પડી ઓપરેશન ઝડપ થી કરવા નું હતું અને કિડની દાન કરવા વાળા ની તપાસ જોરશોર થી ચાલી રહી હતી કારણ કે નિશા ની પાસે સમય બહુ જ ઓછો હતો.

બીજા દિવસે વિશાલ ને ડોક્ટરે બોલાવ્યો અને કહ્યું કે અભિનંદન તમને જોઈતા બ્લડ ગ્રુપ ની કિડની નું દાન મળી ગયું છે. વિશાલે પૂછ્યું કે એ ભગવાન જેવો કિડની નો દાતા કોણ છે ??? ત્યારે ડોકટરે કહ્યું કે હજુ સુધી તો મારે તેની સાથે ફોન પર જ વાતચીત થઇ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ખુબ જ ઝડપથી ઓપરેશનની તૈયારી થવા લાગી અને ડોકટર દ્વારા સફળતા થી ઓપરેશન પૂર્ણ કરવા માં આવ્યું બે ત્રણ દિવસ પછી નિશા ની તબિયત સામાન્ય થતા વિશાલ ડોકટર પાસે ગયો અને કિડની આપનાર ને રૂપિયા આપવાની અને મળવાની વાત કહી.

ત્યારે ડોકટરે કહ્યું કે તે વ્યક્તિ તો આજે સવારે જ હોસ્પિટલે થી રજા લીધી અને નીકળી ગયા છે તેનું નામ પૂછતાં ડોકટરે કહ્યું કે તેને રવિ બતાવ્યું છે હવે નિશા પણ કિડની આપનાર વ્યક્તિ ને મળી ને આભાર માનવા અને તેની જિંદગી બચાવવા માટે ઉતાવળી થતી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ રવિ નામ ના વ્યક્તિ ને તેની સાથે કોઈ જાત ની ઓળખાણ ના હોવાથી ડોકટર ને આગ્રહ કર્યો કે સી સી ટી વી કેમેરા માં આવેલો તેનો ફોટો બતાવો ત્યારે ડોકટરે કેમેરા માં ના દ્રશ્યો બતાવ્યા ત્યારે રવિ નીચે જોઈ ને ચાલી રહ્યો હોવાથી મોઢું તો ના જોઈ શક્યા પણ તેના હાથ પર ના નિશાન પાર થી નિશા ઓળખી ગઈ કે એ રવિ બીજું કોઈ નથી તેનો સગો ભાઈ રાજુ જ છે.

ત્યારે ડોકટરે પણ કહ્યું કે એક ભાઈ નું બલિદાન છે તેની બહેન ની જિંદગી બચાવવા માટે. તમારે એક બીજા સાથે વ્યવહાર ભલે ના હોય પણ તમારું જીવન તમારા સગા ભાઈ એ જ બચાવ્યું છે. અને હા રાજુ જતા જતા કહેતો ગયો છે કે આપણે સામાજિક અને પારિવારિક સંબંધો પૂર્ણ થઇ ગયા છે.

પણ આપણા લોહી ના સંબંધો જીવન પર્યન્ત ચાલુ રહેશે મારુ કામ મેં કરી આપ્યું છે, અને એ માટે થઈ ને આભાર માનવા માટે ઘરે આવવાની જરા પણ જરૂર નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team