એક સ્ત્રીએ ચોખા વેચવા આવેલા માણસ ને કહ્યું તમે તો લૂંટવા જ બેઠા છો, આટલો બધો ભાવ હોય? તો તે માણસે સામે એવો જવાબ આપ્યો કે તે સ્ત્રી…

શહેરમાં ધનિક લોકો ના વિસ્તાર માં એક શેરી માંથી એક માણસ ચોખા લઇ લો, ચોખા લઇ લો, એવી બૂમ પાડતો હતો. એક ફ્લેટ ના ત્રીજા માળેથી એક બહેને બાલ્કની માં આવી ને કહ્યું કે ઉભો રહે હમણાં આવું છું.

માણસ અત્યંત તાપ માં બહેન ની રાહ જોઈને ઉભો રહ્યો, 5-7 મિનિટ પછી એ બહેન નીચે આવ્યા અને પૂછ્યું કે શું ભાવ છે ચોખા નો? માણસએ કહ્યું કે 40 રૂપિયે કિલો ત્યારે બહેને માણસ ને મોઢું બગાડી કહ્યું કે તમારે તો લૂંટી જ લેવા છે. આટલો ભાવ હોય!!!

તે માણસ સાયકલ ઉપર ત્રણ બોરી ચોખા લઇ ને નીકળો હતો. પરસેવા થી નીતરતો હતો માણસ એ કહ્યું કે બહેન હું આના થી ઓછા ભાવે નહિ વહેંચી શકું, તમારે કેટલા ચોખા જોઈએ છે કહો તો થોડા ઓછા કરી આપું?

બહેને કહ્યું કે મારે દસ કિલો ચોખા જોઈએ છે, બોલો કેટલો ભાવ લગાવશો? ત્યારે માણસ એ કહ્યું કે તમે વીસ રૂપિયા ઓછા આપજો ચાલો લઇ લો. તમને ખબર છે ચોખા ની ખેતી અમે કરીએ, ત્યારે ચાર ચાર મહિના સુધી રખેવાળી કરવી પડે. એટલું પાણી પાવું પડે. રાત દિવસ અમે મજૂરી કરીએ છતાં પણ પાક બગડી ના જાય એનો ભય તો અમારા પર સતત અને સતત રહે છે.

અને ક્યારેક તો પાક તૈયાર થઇ અને બજાર માં મફત ના ભાવ માં વેંચવું પડે. ચાર મહિના પરસેવો પાડ્યા પછી પણ અમારી પાછળ કશું વધે નહિ તો અમારે અમારા પરિવાર નું ગુજરાન કેમ કરી ને ચલાવવું?

આવી પરિસ્થિતિ માં તો ખેડૂતો ને માથે દેવું થઇ જાય અને જમીન પણ વહેંચવી પડે છે. અમારી પાસે તમારા જેવા ફ્લેટ કે બંગલા નથી. બીપી ખેતરમાં ઝોપડી માં અમે આખો પરિવાર રહીએ છીએ અને ખેતરમાં જ મજૂરી કરીએ છીએ.

ત્યારે બહેને કહ્યું કે શોપિંગ મોલ માં 38 ના ભાવ માં મળે છે. તમે મને તે ભાવ કીધો એટલે હું તમારી પાસેથી લઇ રહી છું. ત્યારે તે ખેડૂતે કહ્યું કે બહેન તમે મોલમાંથી ખરીદી કરો છો એવી જ રીતે મોટી મોટી હોટલમાં જઇને આજ ચોખામાંથી અરે આવા પણ નહીં કદાચ આનાથી પણ સસ્તા ચોખામાંથી બનેલી બિરયાની તમે 700-800 રૂપિયા કિલો ખરીદીને આવો છો અથવા ત્યાં જમો છો.

પરંતુ તમને મારા ચોખા મોંઘા લાગે છે જ્યારે એ બધું તમને સસ્તું લાગે છે, અમારી ઉગાડેલી વસ્તુઓના તમે કેટલા ભાવ આપો છો એ બધી ખબર હવે અમને પડી ગઈ છે. તમે લોકો જે મરચું એક કિલોના ચારસો રૂપિયા આપીને ખરીદો છો તે અમારી પાસેથી સો રૂપિયામાં ખરીદવામાં આવતું હોય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel