એક સ્ત્રીએ ચોખા વેચવા આવેલા માણસ ને કહ્યું તમે તો લૂંટવા જ બેઠા છો, આટલો બધો ભાવ હોય? તો તે માણસે સામે એવો જવાબ આપ્યો કે તે સ્ત્રી…

ખેડૂતો ચોખા થેલીમાં બાંધી આપ્યા અને બહેન ને આપ્યા એટલે બહેને કહ્યું કે તમને હું ઉપર જઈને પૈસા આપું છું. સાથે કહ્યું કે ભાઈ તમે ભણેલા હોય એવું લાગી રહ્યું છે? બસ આ શબ્દો બોલ્યા અને ખેડૂતના આંખમાંથી આંસુ આવી ગયા અને કહ્યું કે મને ભણાવવા માં મારા પિતાજી એ ખુબ જ ભોગ આપ્યો છે. અને આખી જિંદગી ની બચત મારા ભણવા પાછળ કોલેજ ની ફી અને હોસ્ટેલ ના ખર્ચ માં વાપરી નાખી છે.

અને હવે મને ક્યાંય નોકરી મળતી નથી એટલે હું મારા જ ખેતર માં મજુર બની અને ખેતી કરું છું. પિતાજી પણ કામ કરાવે છે પણ હવે તેનું શરીર જેટલો સાથ દે એટલું કરે છે. નોકરી માં લાગવગ હોય તો રાખે અને અથવા ઉપર ના અધિકારી ને ખુશ કરો તો રાખે.

હવે અમારી પાસે આવી કોઈ ઓળખાણ નથી કે કોઈ ને ખુશ કરી શકાય, એટલા રૂપિયા પણ નથી. એટલે મારા જેવા ને આ કામ કે જે બાપ દાદા ના જમાના થી અમે કરતા આવ્યા છીએ એ જ કરવાનું આવ્યું.

પિતાજી એ તો મારા માટે સપનું જોયું હતું કે દીકરા ને ભણાવી ગણાવી ને સરકારી નોકરી માં લગાવી દેવો છે. જેથી જે મજૂરી મેં આખી જિંદગી કરી તે મારે કરવી નો પડે અને મારી પાછળ આખી જિંદગી ની કમાણી લગાવી દીધી.

બહેન આખી વાત સાંભળીને ભાવુક થઈ ગયા તરત જ ખેડૂતને કહ્યું કે તમારી સાઈકલ અહીં નીચે પ્લેટમાં રાખી દો અને થેલી લઈને ઉપર આવો, તેની પાસે જેટલા ચોખા હતા તે બધા ચોખા 40 રૂપિયાના ભાવથી ખરીદી લીધા અને સગા ભાઈ જેટલું હેતથી જમાડીને ખેડૂત ને વિદાય આપી.

સાથે કહ્યું કે હવે કોઇપણ નાનો માણસ કંઈ પણ વેચવા આવશે તો હું જીવનભર તેની પાસે કિંમત ઓછી નહીં કરાવું અને તેને પૂરતો સહકાર આપવાની કોશિશ કરીશ. ખેડૂત પણ તેને નમસ્કાર કરીને ફરી પાછો નીચે જતો રહ્યો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel