ખુશી કઈ રીતે શોધવી એ આ સ્ત્રી પાસેથી શીખવા જેવું છે, છેલ્લે સુધી વાંચજો….

રમીલાબેન એક સાધારણ પરિવાર ની સ્ત્રી છે. અને તેને નક્કી કર્યું છે કે આખા દિવસ દરમ્યાન બનેલી ઘટના માંથી તેને કઈ વાત માં સુખ મળ્યું છે તે શોધી કાઢવાનું અને રોજ લખવાનું. અને આમ તે એક રાત્રે તેના પરિવાર ના બધા સભ્યો નીંદર માં હતા ત્યારે તે લખવા માટે બેઠા.

#તેને સૌથી પહેલા લખ્યું કે હું ખુશ છું કારણ કે મારા પતિ નીંદર માં નસકોરા બોલાવે છે અને ગાઢ નીંદર માં સુતા છે કારણ કે તેની તબિયત એકદમ સારી છે અને મહેનત કરી અને ઈમાનદારી ના રૂપિયા કમાઈ ને આવે છે અને કોઈ જાત ના કૌભાંડિયા લોકો ની સાથે તેની ઉઠક બેઠક નથી તેથી તે આટલી શાંતિ થી નીંદર કરી શકે છે આ માટે ભગવાન નો આભાર માનું છું હવે સામાન્ય વિચાર ધરાવતા લોકો પાસે કોઈ નસકોરા બોલાવે તો તેના પ્રત્યે નફરત અને ફરિયાદ શિવાય કશું જ હોતું નથી એટલે તે આ સુખ હોવાનો વિચાર અને મોકો ગુમાવી દે છે

# હું ખુશ છું કારણ કે દર મહિને લાઈટ બિલ પેટ્રોલ પાણી નું બિલ ગેસ નું બિલ બધા પ્રકાર ના બિલ માં ટેક્સ આપવો પડે છે પરંતુ મને ખુશી છે કે આ બધી સગવડતા ના મળતી હોય તો જીવનમાં કેટલી જાતની મુશ્કેલી આવે તેનો વિચાર માત્ર માણસ ને હચમચાવી દે છે ભગવાન નો આભાર કે આટલી બધી સગવડતાઓ આપણને મળેલી છે

#હું ખુશ છુ કે મારા સંતાનો ભણવામાં હોશિયાર છે સ્કૂલ થી છૂટી ને સીધા ઘરે આવે છે ક્યાંય પણ પોતાનો સમય ખોટી રીતે વિતાવતા નથી અને કોઈને ખરાબ સંગત પણ નથી ઘરે આવી હોમવર્ક પણ રોજ કરી લે છે અને એ માટે ભગવાનનો આભાર માનું છું.

#હું ખુશ છું કે આખો દિવસ અને રાત ના અગિયાર વાગ્યા સુધી ઘર કામ જેમાં ઘર ની સાફ સફાઈ પોતા કરવા રસોઈ બનાવવી બધા ના કપડાં ધોવા આટલું બધું કામ કર્યા પછી પણ રાત્રે લખવા બેસી શકું તેવી સારી તબિયત અને હિંમત આવી જાય છે અને તે બધા થી વધારે કે મારી પાસે પોતાનું ઘર છે જે લોકો પાસે ઘર નથી તે ઝૂંપડી માં કે રસ્તા પર રહે છે ત્યારે મારી પાસે ભલે જૂનું પણ ચેટ વાળું મકાન તો છે ભગવાન નો આભાર માનું છું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel