એક સરકારી અધિકારી ને લાંચ આપીને પાણી પોતાના ગામમાં મોકલવા કહ્યું, તે અધિકારીએ એવો જવાબ આપ્યો કે...
રૂપેશભાઈ સરકારી અધિકારી હતા તેની ફરજ માં કેનાલ નું પાણી ક્યાં ક્યાં વિસ્તાર માં આપવું તે નક્કી કરવાનું હતું અને તે ન્યાય પૂર્વક બધા ને નિયમિત પાણી મળી શકે તેનું વ્યવસ્થિત આયોજન કરતા હતા એક દિવસ એક ગામ ના મુખિયા આવ્યા અને કહ્યું કે અમારી બાજુ ના ગામ માં પાણી આપવા ના બદલે આજે તે પાણી અમારા ગામ માં મોકલી આપો.
અને રજુઆત ની સાથે એક કવર આપ્યું તેમાં એક હજાર રૂપિયા રોકડા હતા. રૂપેશભાઈ એ વિચાર્યું કે જે ગામ માં પાણી મોકલવાનું છે ત્યાં નહિ મોકલું તો ગામ ના માણસો ને હેરાનગતિ થશે અને ખેતીવાડી માં પણ પાણી ની જરૂરિયાત હોય તે લોકો નો ઉભો મોલ ખરાબ થઇ જશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રહી વાત હાજર રૂપિયા ની તો મને મળવાના હશે તો ગમે ત્યાંથી મળી જશે કોઈ માણસ ને હેરાન કરી અને મારે રૂપિયા જોતા નથી. અને આવેલ મુખિયા ને કહ્યું કે ખોટું કામ કરી અને મારે રૂપિયા નથી જોઈતા. મારા નસીબ માં એક હજાર રૂપિયા મળવાનું હશે.
તો મને તે ગમે ત્યાંથી મળી જશે અને તે કવર પાછું આપી અને મુખિયા ને રવાના કરી દીધા બે દિવસ પછી રૂપેશભાઈ ને મુંબઈ જવાનું થયું. અને ત્યાં થી પાછા આવી રહ્યા હતા ત્યારે તેની બાજુમાં એક વીસેક વર્ષ નો યુવાન બેઠો હતો.
રસ્તામાં સુરત આવતા તે યુવાન ઉતાવળ માં સુરત ઉતરી ગયો પરંતુ તેની બેગ ભૂલી ને ચાલ્યો ગયો રૂપેશભાઈ ને થોડીવાર પછી ખબર પડી કે બેગ તે યુવાનની છે અને ભૂલી ને સુરત ઉતરી ગયો છે.
થોડા કલાક માં રૂપેશભાઈ નું સ્ટેશન આવતા તેને તે બેગ સાથે લીધી અને ઘરે જઈને જોયું તો તે યુવાન હીરા ના વેપારી હતો અને તેનું વિઝિટિંગ કાર્ડ પણ બેગ માં હતું. તેથી તેને ફોન કરીને જણાવ્યું કે તમારી બેગ જે તમે ભૂલી ને ચાલ્યા ગયા હતા તે મારા પાસે છે. અને સહી સલામત છે તમે મારી પાસે થી મેળવી લ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ બાજુ તે યુવાન અને તેના પિતાજી એકદમ ચિંતામાં હતા કેટલી કિંમતી બેગ મળશે નહિ તો ઘર અને દુકાન બધું વેચી ને બીજા વેપારી ને રૂપિયા નો હિસાબ ચૂકતે કરવો પડશે પણ રૂપેશભાઈ નો ફોન આવતા યુવાન અને તેના પિતાની ચિંતા થોડી હળવી થઇ.
થોડા કલાકો માં જ તે યુવાન અને તેના પિતાજી રૂપેશભાઈ ના ઘરે પહોંચી ગયા. રૂપેશભાઈ તે યુવાન ને ઓળખી ગયા અને તેની બેગ આપતા કહ્યું કે તમારો બધો સામાન અને રૂપિયા બધું સહી સલામત છે. તે તપાસી લેશો ત્યારે યુવાન ના પિતાજી રૂપેશભાઈ ને પગે પડી ગયા.
અને કહ્યું કે આ બેગ બીજા કોઈ ના હાથ માં આવી હોત તો આજે અમે બરબાદ થઈ ગયા હોત પણ આભાર ભગવાન નો કે ભગવાન જેવા માણસ ના હાથ માં બેગ આવી અને તમે અમારા માટે ભગવાન જ છો બધું તપાસી લીધા પછી રૂપેશભાઈ એ ચા નાસ્તો કરાવ્યો .
ત્યાર બાદ યુવાન ના પિતાજી એ એક કવર રૂપેશભાઈ ને આપ્યું જેમાં રૂપેશભાઈ માટે રૂપિયા હતા. બહુ આગ્રહ કરતા રૂપેશભાઈ એ તે કવર ખોલી ને જોયું તો તેમાં દસ હજાર રૂપિયા હતા. રૂપેશભાઈ એ તેમાંથી ફક્ત એક હજાર રૂપિયા રાખ્યા અને બાકી ના રૂપિયા પાછા આપ્યા અને કહ્યું કે મને એક હજાર રૂપિયા જ આપો.
કારણ કે બે દિવસ પહેલા નોકરી માં બેઈમાની કરવા ના એક હજાર રૂપિયા મળતા હતા પરંતુ મારે તે રૂપિયા નહોતા લેવા જેથી મેં પાછા આપ્યા હતા પણ આજે મને મારી ઈમાનદારી ના કારણે દસ હજાર રૂપિયા મળે છે પરંતુ હું તેમાંથી એક હજાર રૂપિયા લઇ ને આપનું માન રાખીશ.
માણસો અત્યાર ના સમય માં ગમે ત્યાં થી ગમે તે રીતે અને ગમે તેના હક ના રૂપિયા હોય પોતાના હાથ માં આવે તો તે લઇ લેવા માં રાજી છે અને પોતાના ખરાબ કર્મ બાંધે છે તેની સામે થોડી ધીરજ રાખી અને ઈમાનદારી થી પોતાનું કામ કર્યે જાય તો બે ચાર દિવસ વહેલા કે મોડા રૂપિયા તો તેને મળે જ છે.
ખરાબ કર્મ કરતા સમયે તો માણસ પોતાની જાતને ખુબ જ હોશિયાર મને છે પણ જયારે તેના પરિણામો સામે આવે છે ત્યારે રડવાનું પણ ભૂલી જાય છે અને પોતાની સાથે પરિવાર ને પણ બરબાદ કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.