એક સંતે નિર્દોષ પ્રાણી નો જીવ બચાવ્યો તો પણ તે મૃત્યુ પછી નર્કમાં ગયા, કારણ એવું હતું કે તે જાણીને…

એક મહાત્માનું જીવન ભગવાનનું નામ લેવામાં અને ભજન કીર્તન કરવામાં જ પસાર થઈ ગયું હતું.. તેને પોતાના આખા જીવન દરમિયાન ભગવાનનું જ નામ લીધું હતું અને સાથે સાથે એટલા જ ભજન કીર્તન પણ કર્યા હતા. તેની ઉંમર પણ ખૂબ જ મોટી હતી અને ઉંમરની સાથે સાથે તેનું શરીર પણ ક્ષીણ થઇ ગયુ હતું.

અને શરીર ગમે ત્યારે સાથ છોડી દે તેવી હાલત થઇ ગઈ હતી એવા માં તે પોતાની ઝૂંપડી માંથી બહાર આવ્યા, અને જોયું તો ઝૂંપડી ની બહાર આવેલા તળાવ માં એક બગલો માછલી ને પકડી રહ્યો હતો. ત્યારે તેને માછલી નો જીવ બચાવવા માટે બગલાને પથ્થર મારી અને ત્યાં થી દૂર ઉડાડ્યો.

આ ઘટનાને હજુ થોડી ક્ષણો થઈ હશે કે તરત જ તે મહાત્માનું અવસાન થઈ ગયું અને તેને નર્ક માં લઇ જવામાં આવ્યા. ત્યારે તેને તેના મુખ્ય ચેલા ને સ્વપ્ન માં આવી અને કહ્યું કે મેં જીવન ભર માં કોઈ પણ પાપ કર્મ કર્યું નથી. એક બગલા ને માછલીનો શિકાર કરતા રોક્યો હતો.

અને તેનાથી મને સ્વર્ગ ની બદલે નર્ક માં જવું પડ્યું છે માટે તું સાવધાન રહેજે અને એવું કોઈ કર્મ ના થઇ જાય કે આપણા જીવન માં કરેલું ભજન કીર્તન નિષ્ફળ જાય. વર્ષો પછી તેના શિષ્ય જયારે વૃદ્ધ થયા અને તેનો પણ અંતિમ સમય ચાલતો હતો. એ સમયે તેની સાથે પણ આવી ઘટના જ બની બગલો માછલી પકડી રહ્યો હતું.

ત્યારે તેને ગુરુ એ આપેલી શિક્ષા મુજબ તેને બગલા ને ત્યાંથી દૂર ઉડાડ્યો નહિ, અને થોડા સમય પછી તેનું પણ અવસાન થયું. ને અને તેને પણ નરક માં લઇ જવામાં આવ્યા. ત્યારે તેને તેના ચેલા ને સપના માં આવી અને કહ્યું કે ગુરુજી એ બગલા ને ઉડાડ્યો હતો. તેથી તે નર્ક માં ગયા મેં બગલા ને નથી ઉડાડ્યો તેમ છતાં મારે નર્કમાં જવું પડ્યું હવે તું કર્મ કરવામાં સાવધાની રાખજે.

હવે ત્રીજી પેઢી ના ચેલા પણ વૃદ્ધ થયા ત્યારે તેને પણ આવો જ અનુભવ થયો, તે ઝૂંપડી માંથી બહાર આવ્યા અને બગલો માછલી ને પકડી રહ્યો હતો. અને તે તરત જ ઝૂંપડી માં પાછા આવી ગયા. અને ઝૂંપડી માં રહેલા ભગવાન ના મંદિરની સામે બેસી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ માછલી માં પણ તમે છો.

અને બગલા માં પણ તમે છો મને એ પણ ખબર નથી કે સાચું શું છે, અને ખોટું શું છે, પાપ શું છે, અને પુણ્ય શું છે, આ બધી તમારી ગોઠવેલી વ્યવસ્થા છે. મારુ કામ તમારું ભજન કીર્તન કરવાનું છે. હું મારુ કર્મ નિષ્કામ કરી રહ્યો છું. અને બે ત્રણ દિવસ પછી તેનું અવસાન થયું ત્યારે તેને સ્વર્ગ માં લઇ જવામાં આવ્યા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel