એક સંત એક વેપારીના ઘરે જમીને રૂમમાં આરામ કરતા હતા, કામ હોવાથી વેપારી રૂમમાં આવી રૂપિયા ભરેલા કબાટમાંથી રૂપિયા લઈને જતો રહ્યો. કબાટ ખુલ્લો હતો, પછી સાધુએ તે કબાટમાંથી…

એક અનાજ કરિયાણાના જથ્થાબંધ વેપારી કે જે અનાજ માં ભેળસેળ કરતો અને ટેક્સ ની ચોરી કરતો તેમજ ધંધો કરવા માં જે પણ ખોટું થઇ શકે તે બધું કરી અને રૂપિયા કમાતો હતો. તેને ધંધો સાચી રીતે અને ઈમાનદારી થી કરવામાં જરા પણ રસ નહોતો.

અને કાયમ ને માટે ખોટું કેવી રીતે કરી શકાય તે જ શોધતો હતો એક દિવસ એક સાધુ તેના ઘરે ભિક્ષા માંગવા માટે આવે છે ત્યારે તેને મન માં એવું થયું કે આજે તો આ સાધુ ને જમાડીને જ મોકલવા છે, આપણે આટલું બધું ખોટું કરી અને રૂપિયા કમાઇએ છીએ તો કંઈક દાન પુણ્ય પણ કરવું જોઈએ.

તેની પત્ની ને કહી અને સાધુ માટે જમવાની વ્યવસ્થા કરી અને સાધુ ને જમાડ્યા જમી લીધા પછી સાધુ રજા લઇ ને જવા લાગ્યા, ત્યારે તે વેપારી એ કહ્યું કે બહાર બહુ તડકો છે જેથી તમે થોડી વાર આરામ કરી અને પછી બહાર નીકળો તે વેપારી એ એક રૂમ માં સાધુ ને આરામ કરવા માટે…

જગ્યા આપી સાધુ ત્યાં નીંદર કરી રહ્યા હતા ત્યારે વેપારી તેના કામ થી તે રૂમમાં આવ્યો. અને કબાટ માંથી રુપિયા કાઢવા લાગ્યો સાધુ ની નીંદર ઉડી જતા તેને જોયું કે આખો કબાટ રૂપિયા થી ભરેલો હતો અને તે વેપારી રૂપિયા કાઢી અને જતો રહ્યો પણ કબાટ ખુલ્લો મૂકી ને ગયો.

સાધુ એ રૂપિયા ના થપ્પા જોયા પણ તેને તેમાં કશો રસ નહોતો, તેથી તે ફરી ને આરામ કરવા લાગ્યા. હવે સાધુ ના પેટ માં પડેલા ચોરી થી કમાયેલા રૂપિયા માંથી બનેલા ખોરાકે તેની અસર બતાવી અને સાધુ જગ્યા ત્યારે તેને કબાટ માંથી એક દસ હજાર રૂપિયા ની થપ્પી થેલા માં સરકાવી દીધી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel