એક સંત એક વેપારીના ઘરે જમીને રૂમમાં આરામ કરતા હતા, કામ હોવાથી વેપારી રૂમમાં આવી રૂપિયા ભરેલા કબાટમાંથી રૂપિયા લઈને જતો રહ્યો. કબાટ ખુલ્લો હતો, પછી સાધુએ તે કબાટમાંથી…

અને વેપારી ની રજા લઇ અને આશીર્વાદ આપીને ત્યાં થી નીકળી ગયા, પરંતુ બીજા દિવસ સુધી સાધુ નું મન ભટકી રહ્યું હતું. અને તેને એક દિવસ પછી તેને લીધેલા દસ હજાર રૂપિયા બદલ અફસોસ કરી રહ્યા હતા કે આટલી ઉંમર માં કોઈ દિવસ મેં કોઈ નો એક રૂપિયો પણ પોતાના હાથે લીધેલો નથી.

અને આજે દસ હજાર રૂપિયા લેતા પણ મને કેમ કઈ વિચાર ના આવ્યો, તેથી તે વેપારી પાસે ગયા અને કહ્યું કે પહેલા આ તમારા દસ હજાર રૂપિયા તમે રાખો. અને તમે મને કાલે જમાડ્યો હતો પણ હવે મને એ કહો કે તમે રૂપિયા ક્યાંથી કમાયા હતા તે સાચું કહો.

ત્યારે તે વેપારી એ કહ્યું કે હું અનાજમાં ભેળસેળ કરું છું. સરકારને ટેક્સ નથી આપતો અને ખોટું કરવાનો જે પણ મોકો મળે તે છોડતો નથી અને આવી રીતે મેં લાખો રૂપિયા બનાવ્યા છે હવે સાધુ ને ખબર પડી કે તેને રૂપિયા લઇ લેવાનું કેમ મન થયું કારણ કે ચોરી કરેલા રૂપિયા નું અનાજ તેના પેટમાં ગયું હતું.

આપણા માં એટલે જ કહેવત છે કે: જેવું અન્ન તેવું મન…

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel