એક રીક્ષાવાળાને થયેલો અનુભવ, છેલ્લે સુધી અચૂક વાંચજો. ખૂબ જ હૃદયસ્પર્શી છે…

રમેશભાઈ છેલ્લા દસ વર્ષથી રીક્ષા ચલાવે છે, પરંતુ થોડા સમય પહેલા એને એક એવો અનુભવ થયો જે અનુભવ આજ સુધી પહેલા તેને ક્યારેય નહોતો થયો.

એક વૃદ્ધ મહિલાને તેના ઘરે ઉતારવા ગયા ત્યારે તેને તેની જિંદગીમાં પહેલા કયારેય ન અનુભવ્યો હોય એવો અનુભવ થયો હતો.

દરરોજની જેમ રમેશભાઈ વહેલી સવારથી જ રીક્ષા લઈને શહેરમાં નીકળી પડ્યા હતા, લગભગ એકથી બે કલાક સુધી ગ્રાહક ની રાહ જોઈને આમતેમ મુસાફરી કર્યા પછી અંતે એક વૃદ્ધ મહિલાએ તેની રીક્ષા રોકવા માટે ઇશારો કર્યો.

રમેશભાઈ એ રીક્ષા સાઈડમાં કરીને પૂછ્યું બોલોને માજી ક્યાં જવું છે? માજીએ જવાબ આપતા તેના ઘરનું એડ્રેસ કહ્યું. પછી રમેશભાઈ ને પૂછ્યું કેટલા રૂપિયા થશે બેટા?

રમેશભાઈ ની ઉંમર લગભગ ૩૮ વર્ષ જેટલી, પરંતુ આટલા વર્ષોથી રીક્ષા ચલાવી રહ્યા હતા અને કોઈ મુસાફરે તેઓને બેટા કહીને સંબોધિત કહ્યું હોય તેવું પહેલી વખત થયું. રમેશભાઈ એ ભાડું કહ્યું અને માજી રિક્ષામાં બેસી ગયા.

રિક્ષામાં બેસીને જેવી રીક્ષા ચાલુ થઈ કે તરત જ માજી પણ રમેશભાઈ સાથે અવનવી વાતો કરવા લાગ્યા, રમેશભાઈ ક્યાં રહે છે કેટલા વર્ષથી રીક્ષા ચલાવે છે વગેરે બધા સવાલો માજી એક પછી એક પૂછવા લાગ્યા.

રમેશભાઈ ઘણા વર્ષોથી રીક્ષા ચલાવી રહ્યા હતા પરંતુ આવી સવારી આજ સુધી તેને અનુભવી ન હતી. તેને બધા સવાલના જવાબો પણ આપ્યા.

માસી નું ઘર બહુ દૂર નહોતું એટલે થોડી વાતો કરી એટલા માજી નું ઘર આવી ગયું. માજીએ ઈશારો કરીને કહ્યું બસ બેટા અહીં મારું ઘર આવી ગયું. રમેશભાઈ એ રીક્ષા ત્યાં ઉભી રાખી.

રીક્ષા ઉભી રાખીને માજીએ રીક્ષા ની નીચે ઉતરીને રમેશભાઈને ભાડું આપ્યું. ભાડું આપ્યા પછી રમેશભાઈ રીક્ષા ચાલુ કરીને નીકળે તે પહેલા માજીએ તેને કહ્યું બેટા બે મિનિટ અંદર આવી જા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel