એક રીક્ષાવાળાને થયેલો અનુભવ, છેલ્લે સુધી અચૂક વાંચજો. ખૂબ જ હૃદયસ્પર્શી છે…

રિક્ષામાં બેસીને જેવી રીક્ષા ચાલુ થઈ કે તરત જ માજી પણ રમેશભાઈ સાથે અવનવી વાતો કરવા લાગ્યા, રમેશભાઈ ક્યાં રહે છે કેટલા વર્ષથી રીક્ષા ચલાવે છે વગેરે બધા સવાલો માજી એક પછી એક પૂછવા લાગ્યા.

રમેશભાઈ ઘણા વર્ષોથી રીક્ષા ચલાવી રહ્યા હતા પરંતુ આવી સવારી આજ સુધી તેને અનુભવી ન હતી. તેને બધા સવાલના જવાબો પણ આપ્યા.

માસી નું ઘર બહુ દૂર નહોતું એટલે થોડી વાતો કરી એટલા માજી નું ઘર આવી ગયું. માજીએ ઈશારો કરીને કહ્યું બસ બેટા અહીં મારું ઘર આવી ગયું. રમેશભાઈ એ રીક્ષા ત્યાં ઉભી રાખી.

રીક્ષા ઉભી રાખીને માજીએ રીક્ષા ની નીચે ઉતરીને રમેશભાઈને ભાડું આપ્યું. ભાડું આપ્યા પછી રમેશભાઈ રીક્ષા ચાલુ કરીને નીકળે તે પહેલા માજીએ તેને કહ્યું બેટા બે મિનિટ અંદર આવી જા.

રમેશભાઈ ને થોડું અજુગતું લાગ્યું પરંતુ તેમ છતાં માસીના ઘરમાં તેઓ અંદર ગયા માજી એ સોફા પર બેસવાનું કહ્યું એટલે રમેશભાઈ ત્યાં હોલ ના સોફા પર બેસી ગયા.

error: Content is Protected!