એક પંડિતને બસ કન્ડક્ટરે ટિકિટ કાપી ને જાણી જોઈને દસ રૂપિયા વધારે આપી દીધા, પછી જે થયું…

બસ થી નીચે ઉતરી રહ્યા હતા કે અચાનક જ તેના પગ થંભી ગયા, તેઓ તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને દસ રૂપિયાની નોટ કાઢીને કંડકટરને આપી અને કહ્યું ભાઈ તમે મને ભાડુ કાપીને આ દસ રૂપિયા વધારે આપી દીધા હતા.

કંડકટર જાણે આખો મામલો સમજતો હોય એ રીતના હસવા માંડ્યો, પછી તેને પંડિતજીને કહ્યું કે શું તમે જ આ ગામડા ના મંદિર ના નવા પૂજારી છો?

પંડિતજીએ માથું ધુણાવીને હા પાડી.

કન્ડક્ટરે કહ્યું મારા મનમાં ઘણા દિવસોથી તમારા પ્રવચન સાંભળવાની ઈચ્છા થઈ હતી. તમને બસમાં જોયા તો એક વિચાર આવ્યો કે હું તમને વધારે પૈસા આપી દઉં તો તમે શું કરશો?

હવે મને વિશ્વાસ થઇ ગયો છે કે તમારૂં પ્રવચન છે એવું જ તમારું આચરણ પણ છે. અને આ ઘટનાથી દરેક લોકોએ શીખ પણ લેવી જોઈએ. આટલું કહીને કન્ડક્ટરે ડ્રાઇવર ને ઈશારો કહીને બસ ચલાવવાનું કહ્યું, અને ડ્રાઈવરે પણ બસ હંકારી.

પંડિતજી બસમાંથી ઊતરીને જાણે પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. તેઓએ બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો અને પ્રાર્થના કરતા કરતા કહ્યું કે ભગવાન આજે તમે જ મને બચાવી લીધા, મેં તો દસ રૂપિયાની લાલચમાં આવીને તમારી શીખવેલી શિક્ષાઓ ની બોલી લગાવી દિધી હતી, પરંતુ સાચા સમયે તમે મને બચાવી લીધો અને મને સંભાળવાનો મોકો પણ આપી દીધો.

ઘણી વખત આપણે જીવનમાં થોડા તુચ્છ પ્રલોભન થી પણ આપણા જીવનભર એકઠી કરેલી મૂડી એટલે કે ચરિત્ર સમાન મુળી દાવ પર લગાવી દેતા હોઈએ છીએ. હંમેશા સજાગ રહેવું જોઈએ કે કદાચ ભગવાન આપણી પરીક્ષા તો નથી લઈ રહ્યા ને?

આથી ખોટું કરતા પહેલા ઘણું વિચારી લેવું જોઇએ એક ખૂબ જ પ્રખ્યાત સુવિચાર પણ આવ્યો હતો ફોનમાં k માણસ ખોટું કરતાં પહેલા ડાબે-જમણે આગળ પાછળ ચારે દિશામાં જોઈ લે છે પરંતુ ઉપર જોવાનું જ ભૂલી જાય છે. આપણા હિસાબમાં કદાચ કોઈ ભૂલ આવે છે પરંતુ જ્યારે કુદરત હિસાબ કરે છે ત્યારે કોઈ જ ભૂલ થતી નથી!

જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો અને કમેન્ટમાં આ સ્ટોરી કેવી લાગી તે પ્રતિભાવ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel