એક પંડિતને બસ કન્ડક્ટરે ટિકિટ કાપી ને જાણી જોઈને દસ રૂપિયા વધારે આપી દીધા, પછી જે થયું...

એક ગામડાની આ વાત છે. એક પંડિતજી ત્યાં રહેતા હતા. જે ઘણા દુર સુધી પ્રખ્યાત હતા.

એવામાં એક દિવસે બાજૂના ગામડા ના એક મંદિરના પૂજારી નો આકસ્મિક નિધન થઇ જાય છે. એટલે ત્યાંના પૂજારી તરીકે તેઓને નિયુક્ત કરવામાં આવે છે.

એટલે તેઓ પોતાના ઘરેથી નીકળીને એક દિવસે સવારે બસમાં બેસીને તે મંદિરે જવા માટે નીકળી પડે છે.

બસમાં ચડી ને તરત જ કંડકટર પાસેથી ટિકિટ લઈને સીટ ઉપર જઈને બેસી જાય છે.

સીટ ઉપર જઈને જ્યારે કંડક્ટરે આપેલા રૂપિયા ગણે છે તો માલુમ પડે છે કે કંડક્ટરે દસ રૂપિયા વધારે આપી દીધા હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આથી તે પંડિત વિચારે છે કે થોડા સમય પછી હું કંડકટરને રૂપિયા પાછા આપી દઈશ.

તે રસ્તા તરફ જોવા લાગે છે બારીની બહાર જઈને ફરી પાછો તેને વિચાર આવે છે કે નકામા કારણોસર દસ રૂપિયા જેટલી મામૂલી રકમ માટે હું પરેશાન થઈ રહ્યો છું, આખરે આ બસ કંપનીવાળા તો લાખો રૂપિયા કમાતા હશે.

દસ રૂપિયા નહીં મળે તો તેને કોઈ પણ પ્રકારનો ફેર પડવાનો નથી એનાથી સારું એ છે કે આ રૂપિયાના હું ભગવાનની ભેટ સમજીને મારી પાસે જ રાખી દઉં. અને આનો હું સદુપયોગ જ કરીશ.

એ જમાનામાં દસ રૂપિયા એટલે પણ મોટી વાત કહેવાતી. દસ રૂપિયા માંથી કેટકેટલી વસ્તુ ખરીદી શકે એવું પંડિતજી વિચારવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે વિચારતા હતા એવામાં જ તેની મંઝિલ એટલે કે જે મંદિરે તેને ઉતરવાનું હતું તે આવી ગયું.

બસ થી નીચે ઉતરી રહ્યા હતા કે અચાનક જ તેના પગ થંભી ગયા, તેઓ તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને દસ રૂપિયાની નોટ કાઢીને કંડકટરને આપી અને કહ્યું ભાઈ તમે મને ભાડુ કાપીને આ દસ રૂપિયા વધારે આપી દીધા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કંડકટર જાણે આખો મામલો સમજતો હોય એ રીતના હસવા માંડ્યો, પછી તેને પંડિતજીને કહ્યું કે શું તમે જ આ ગામડા ના મંદિર ના નવા પૂજારી છો?

પંડિતજીએ માથું ધુણાવીને હા પાડી.

કન્ડક્ટરે કહ્યું મારા મનમાં ઘણા દિવસોથી તમારા પ્રવચન સાંભળવાની ઈચ્છા થઈ હતી. તમને બસમાં જોયા તો એક વિચાર આવ્યો કે હું તમને વધારે પૈસા આપી દઉં તો તમે શું કરશો?

હવે મને વિશ્વાસ થઇ ગયો છે કે તમારૂં પ્રવચન છે એવું જ તમારું આચરણ પણ છે. અને આ ઘટનાથી દરેક લોકોએ શીખ પણ લેવી જોઈએ. આટલું કહીને કન્ડક્ટરે ડ્રાઇવર ને ઈશારો કહીને બસ ચલાવવાનું કહ્યું, અને ડ્રાઈવરે પણ બસ હંકારી.

પંડિતજી બસમાંથી ઊતરીને જાણે પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. તેઓએ બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો અને પ્રાર્થના કરતા કરતા કહ્યું કે ભગવાન આજે તમે જ મને બચાવી લીધા, મેં તો દસ રૂપિયાની લાલચમાં આવીને તમારી શીખવેલી શિક્ષાઓ ની બોલી લગાવી દિધી હતી, પરંતુ સાચા સમયે તમે મને બચાવી લીધો અને મને સંભાળવાનો મોકો પણ આપી દીધો.

ઘણી વખત આપણે જીવનમાં થોડા તુચ્છ પ્રલોભન થી પણ આપણા જીવનભર એકઠી કરેલી મૂડી એટલે કે ચરિત્ર સમાન મુળી દાવ પર લગાવી દેતા હોઈએ છીએ. હંમેશા સજાગ રહેવું જોઈએ કે કદાચ ભગવાન આપણી પરીક્ષા તો નથી લઈ રહ્યા ને?

આથી ખોટું કરતા પહેલા ઘણું વિચારી લેવું જોઇએ એક ખૂબ જ પ્રખ્યાત સુવિચાર પણ આવ્યો હતો ફોનમાં k માણસ ખોટું કરતાં પહેલા ડાબે-જમણે આગળ પાછળ ચારે દિશામાં જોઈ લે છે પરંતુ ઉપર જોવાનું જ ભૂલી જાય છે. આપણા હિસાબમાં કદાચ કોઈ ભૂલ આવે છે પરંતુ જ્યારે કુદરત હિસાબ કરે છે ત્યારે કોઈ જ ભૂલ થતી નથી!

જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો અને કમેન્ટમાં આ સ્ટોરી કેવી લાગી તે પ્રતિભાવ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team