એક ગામડાની આ વાત છે. એક પંડિતજી ત્યાં રહેતા હતા. જે ઘણા દુર સુધી પ્રખ્યાત હતા.
એવામાં એક દિવસે બાજૂના ગામડા ના એક મંદિરના પૂજારી નો આકસ્મિક નિધન થઇ જાય છે. એટલે ત્યાંના પૂજારી તરીકે તેઓને નિયુક્ત કરવામાં આવે છે.
એટલે તેઓ પોતાના ઘરેથી નીકળીને એક દિવસે સવારે બસમાં બેસીને તે મંદિરે જવા માટે નીકળી પડે છે.
બસમાં ચડી ને તરત જ કંડકટર પાસેથી ટિકિટ લઈને સીટ ઉપર જઈને બેસી જાય છે.
સીટ ઉપર જઈને જ્યારે કંડક્ટરે આપેલા રૂપિયા ગણે છે તો માલુમ પડે છે કે કંડક્ટરે દસ રૂપિયા વધારે આપી દીધા હોય છે.
આથી તે પંડિત વિચારે છે કે થોડા સમય પછી હું કંડકટરને રૂપિયા પાછા આપી દઈશ.
તે રસ્તા તરફ જોવા લાગે છે બારીની બહાર જઈને ફરી પાછો તેને વિચાર આવે છે કે નકામા કારણોસર દસ રૂપિયા જેટલી મામૂલી રકમ માટે હું પરેશાન થઈ રહ્યો છું, આખરે આ બસ કંપનીવાળા તો લાખો રૂપિયા કમાતા હશે.
દસ રૂપિયા નહીં મળે તો તેને કોઈ પણ પ્રકારનો ફેર પડવાનો નથી એનાથી સારું એ છે કે આ રૂપિયાના હું ભગવાનની ભેટ સમજીને મારી પાસે જ રાખી દઉં. અને આનો હું સદુપયોગ જ કરીશ.
એ જમાનામાં દસ રૂપિયા એટલે પણ મોટી વાત કહેવાતી. દસ રૂપિયા માંથી કેટકેટલી વસ્તુ ખરીદી શકે એવું પંડિતજી વિચારવા લાગ્યા.
તે વિચારતા હતા એવામાં જ તેની મંઝિલ એટલે કે જે મંદિરે તેને ઉતરવાનું હતું તે આવી ગયું.