એક નાસ્તિક માણસે જંગલની વચ્ચે કહ્યું જો ભગવાન હોય તો મને અહીંયા ભોજન મળે, થોડા સમય પછી એવું થયું કે તે માણસ…

શરૂઆત માં ગોપાલદાસ નાસ્તિક માણસ હતા એટલે કે ભગવાન હોવામાં તેને જરા પણ વિશ્વાસ નહોતો એ દિવસ ની વાત છે જયારે ગોપાલદાસ ના ગામ માં એક સાધુ આવ્યા હતા તે દરરોજ સવારે રામાયણ ના પાઠ કરતા અને ગામના બધા લોકો ત્યાં જઈ અને રામાયણ સાંભળતા.

એક દિવસ સંત ગોપાલદાસ પણ રામાયણ સાંભળવા માટે પહોંચી ગયા અને તે સમયે સાધુ ભગવાન રામ ના નામ લેવાનો મહિમા ની કથા કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ભગવાન રામ બહુ દયાળુ છે તે દુનિયાના બધા જીવ નું ધ્યાન રાખે છે અને તે ભૂખ્યા ને જમવાનું આપે છે.

કથા પૂરી થતા ગોપાલદાસ તે સાધુ પાસે આવ્યા અને કહ્યું કે હું મને માફ કરો પણ મારે તમને એક વાત પુછવી છે કે હું બેઠો બેઠો ખાલી રામ નું નામ જ લઉં તો પણ મને જમવાનું મળી જાય? ત્યારે પણ ભગવાન રામ મને ભોજન આપશે?

ત્યારે સાધુ એ કહ્યું કે તમે કોઈ પણ કામ ધંધો કરતા હોય ત્યારે જે આવક મળે છે એ પણ ભગવાન રામ ના આશીર્વાદ થી જ મળે છે.

પરંતુ તમે જયારે કોઈ બીજા માટે નિસ્વાર્થ કાર્ય કરતા હોય અને ત્યાં તમને ક્યાંય થી પણ ભોજન મળી શકે તેમ ના હોય ત્યારે ભગવાન રામ ગમે ત્યાં થી તમારી વ્યવસ્થા કરે છે અને તમને ભૂખ્યા રહેવા દેતા નથી અને એ મારી જવાબદારી છે કે તમે ભૂખ્યા નહિ રહો.

ગોપાલદાસ કથા સ્થાને થી બહાર નીકળ્યા ત્યારે એક ગરીબ સ્ત્રી ચાલીને જઈ રહી હતી અને તેની સાથે તેનું નાનું બાળક હતું અને તે બીમાર હતું એટલે તે શહેર માં તેની દવા લેવા માટે જઈ રહી હતી ત્યારે સંત ગોપાલદાસ ને થયું કે આજ મોકો છે કોઈ ના માટે નિશ્વાર્થ કામ કરવા નો.

તેને તે મહિલા પાસે થી ક્યાંથી દવા લેવાની તેની માહિતી લીધી અને મહિલા ને તેના ઘરે પાછી મોકલી અને પોતે દવા લેવા માટે નીકળી ગયા વચ્ચે મોટું જંગલ આવતું હતું તેથી સાંજના ભોજન માટે સાથે કાઈ લઇ જવું જરૂરી હતું પણ ગોપાલદાસ ને તો સાધુ એ લીધેલી જવાબદારી ની કસોટી કરવી હતી.

પોતે રામ રામ કરતા જાય અને રસ્તો પસાર થતો જાય સંત ગોપાલદાસ જંગલ ની વચ્ચે પહોંચ્યા હશે ત્યાં સૂર્યાસ્ત થઇ ગયો અને અંધારું થઇ ગયું હવે જંગલ માં ચાલવું જોખમ ભરેલું હતું તેથી તે એક મોટા ઝાડ પાર ચડી ગયા અને આખી રાત ત્યાંજ બેસી રહ્યાઅને રામ રામ બોલી રહ્યા હતા.

રાત્રે તેને ભોજન ના મળ્યું અને તે પણ ઝાડ પાર થી નીચે આવ્યા નહિ અડધી રાત્રી વીતી ચુકી હતી ત્યાં જ ગોપાલદાસ ના કાન માં ઘોડા દોડતા દોડતા આવતા હોય તેવો અવાજ આવ્યો અને તે સાવધાન થઇ ગયા થોડા સમય માં જ રાજા ના સૈનિકો જે બધા ઘોડા પાર સવાર હતા એ સંત ગોપાલદાસ બેઠા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel