ખેડૂત ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં પથ્થર હતા, એ પથ્થર કોઈને લાગે નહીં માટે રસ્તાની સાઈડમાં રાખ્યા પરંતુ પથ્થર નીચેથી…

એક નાનકડું ગામ હતું જેમાં ખેડૂત રહેતો, એક ખેડૂત પૈસાથી તો ખૂબ જ ગરીબ હતો પરંતુ તેના દિલમાં ખૂબ જ ઉદારતા હતી એટલે ઉદારતાની દ્રષ્ટિએ જોવા જઇએ તો તે ખૂબ જ પૈસાદાર હતો. અને આ ખેડૂત એટલો બધો પ્રામાણિક હતો કે કોઈ દિવસ ખોટું કામ નહીં કરવાનું અને કાયમ ગામના બધા જ લોકોને મદદ પણ કરવાની.

એક રાત્રે તે પોતાના ખેતરે કામ કરી અને પછી પાછો આવી રહ્યો હતો. પાછા આવતા આવતા તે ગીતો ગાતો ગાતો ચાલી રહ્યો હતો એવામાં અચાનક તેનું ધ્યાન પડ્યું કે રસ્તામાં નીચે ઘણા બધા પથ્થર પડ્યા હતા.

રાતનો સમય હોવાથી ગામમાં એ રસ્તામાં લાઈટ તો નહોતી પરંતુ થોડો થોડો ચંદ્રનો પ્રકાશ આવી રહ્યો હતો એમાં તેને આ પથ્થર દેખાઈ ગયા. તેને ભગવાનનો આભાર માન્યો કે તેને પથ્થર દેખાઈ ગયા જો કદાચ પથ્થર ઉપર તેનો પગ આવી ગયો હોત તો કદાચ તે પડી ગયો હોત.

અને દિલમાં પહેલેથી જ ઉદારતા ધરાવનાર ખેડૂત વિચારવા લાગ્યો કે હું તો પડતા પડતા બચી ગયો પરંતુ અહીંથી કોઈ બીજું નીકળશે તો તેના ધ્યાનમાં ન આવે અને તે પડી પણ શકે છે. આ પથ્થર માટે કંઈક કરવું પડશે.

બસ આટલો વિચાર તેના મગજમાં આવ્યો એટલે તરત જ એક પછી એક બધા પથ્થર ત્યાંથી લઈને રસ્તાની સાઈડમાં નાખતો ગયો. એક પછી એક બધા પથ્થર રસ્તાની સાઇડમાં નાખ્યા તો તેને જોયું કે નીચે એક ઘડો પડ્યો હતો એ ઘડો ઉઘાડીને જોયું તો તેમાં ઘણી બધી સોનામહોરો પડી હતી.

ખેડૂતો સોનામહોરો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો. પરંતુ તે અત્યંત પ્રામાણિક હતો અને તેના મનમાં એવું માનતો કે આ સોનામહોરો તેને લેવી જોઈએ નહીં. સાથે સાથે ભગવાન ઉપર અપાર શ્રદ્ધા ધરાવનારા ખેડૂત બોલી ઉઠ્યો કે જો મને સોનામહોર મળવાની જ હોય તો જેને મને આ સોનામહોરો દેખાડી છે એ જ મારા ઘરે પણ પહોંચાડી દેશે.

બસ આટલું કહીને ફરી પાછો તે ગીત ગાતો ગાતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો ઘરે જઈને તેની પત્નીને આ વાત કરી. તેની પત્ની પણ સાંભળીને આશ્ચર્ય જનક થઈ ગઈ થોડા સમય પછી પડોશી ભેગા થયા તો પડોશમાં રહેતી એક સ્ત્રીને તેની પત્નીએ બધી વાત જણાવી એટલે એ સ્ત્રીએ તરત જ તેના પતિને બધું કહ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel