ખેડૂત ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં પથ્થર હતા, એ પથ્થર કોઈને લાગે નહીં માટે રસ્તાની સાઈડમાં રાખ્યા પરંતુ પથ્થર નીચેથી…

અને દિલમાં પહેલેથી જ ઉદારતા ધરાવનાર ખેડૂત વિચારવા લાગ્યો કે હું તો પડતા પડતા બચી ગયો પરંતુ અહીંથી કોઈ બીજું નીકળશે તો તેના ધ્યાનમાં ન આવે અને તે પડી પણ શકે છે. આ પથ્થર માટે કંઈક કરવું પડશે.

બસ આટલો વિચાર તેના મગજમાં આવ્યો એટલે તરત જ એક પછી એક બધા પથ્થર ત્યાંથી લઈને રસ્તાની સાઈડમાં નાખતો ગયો. એક પછી એક બધા પથ્થર રસ્તાની સાઇડમાં નાખ્યા તો તેને જોયું કે નીચે એક ઘડો પડ્યો હતો એ ઘડો ઉઘાડીને જોયું તો તેમાં ઘણી બધી સોનામહોરો પડી હતી.

ખેડૂતો સોનામહોરો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો. પરંતુ તે અત્યંત પ્રામાણિક હતો અને તેના મનમાં એવું માનતો કે આ સોનામહોરો તેને લેવી જોઈએ નહીં. સાથે સાથે ભગવાન ઉપર અપાર શ્રદ્ધા ધરાવનારા ખેડૂત બોલી ઉઠ્યો કે જો મને સોનામહોર મળવાની જ હોય તો જેને મને આ સોનામહોરો દેખાડી છે એ જ મારા ઘરે પણ પહોંચાડી દેશે.

error: Content is Protected!