શહેરમાં રહેતા દિકરાને ગામડેથી માતાએ પત્ર મોકલ્યો, દિકરાએ પત્ર વાંચ્યો તો…

દીકરો શહેરમાં રહે છે, થોડા દિવસે ઘરે ફોન કરીને વાતચીત પણ કરી લેતો. તેના ઘરેથી પણ તેને ફોન આવતા વાતચીત નિયમિત પણે થતી રહેતી. પણ એક દિવસ અચાનક ઘર પાસે ટપાલી આવીને ઊભો રહ્યો અને કહ્યું સાહેબ તમારી માટે પત્ર આવ્યો છે.

આ તેના માટે નવીન વાત હતી, કારણ કે આ જમાનામાં પત્ર કોઈ લખી નહીં.

પત્ર ખોલીને જોયું તેની માતા નો ગામડેથી પત્ર આવ્યો હતો, પહેલા તો નવાઈ લાગી પરંતુ ફરી માતાએ તેને પત્ર લખ્યો એટલે ઉત્સાહમાં આવીને પત્ર વાંચવા લાગ્યો.

પત્રમાં લખ્યું હતું…

મારા વહાલા દીકરા,

આ પત્ર તને લખવાના આમ જોવા જઈએ તો ઘણા કારણો છે.

જીવન, મૃત્યુ અને નસીબ આ ત્રણે વસ્તુ આજ સુધીમાં કોઇ જાણી શક્યું નથી… તો અમુક વાતો એવી હોય છે કે એ જરૂરી થઇ જતું હોય છે કે તે વાત વહેલામાં વહેલી તકે કહી દેવામાં આવે.

હું તારી મમ્મી છું અને હું જો તને આવી વાત નહીં કહું, તો તને બીજું કોઈ જ કહી નહીં શકે.

આ પત્રમાં લખેલી બધી વાત હું મારા પોતાના અનુભવથી જ જણાવું છું અને જો હું ન કહું તો પણ તને આ વાત તારા જીવનમાં શીખવા તો મળશે જ. પરંતુ બનશે એવું કે તું જ્યારે આ વાત શીખીશ ત્યારે તને કદાચ વધારે પડતી તકલીફ પણ પડશે અને ત્યારે તારા હાથમાં સમય પણ નહીં હોય.

મારો આ પત્ર લખવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તું તારું જીવન શાંતિથી જીવે, તારું જીવન શાંતિથી અને એકદમ સરસ રીતે જીવવા આટલું જરૂર કરજે.

જો કોઈ તારી સાથે ખરાબ વ્યવહાર કરે તારી સાથે જરા પણ સારું વર્તન કરે, તો મનમાં જરા પણ દુઃખ ન લગાડતો. તારી સાથે સારી રીતે વ્યવહાર વર્તન કરવાની ફરજ માત્ર ને માત્ર મારી અને તારા પપ્પા ની બે ની જ છે.

બાકી એ વાત સમજી લેજે અને આખી જિંદગી યાદ રાખજે કે દુનિયાનો ગમે તે વ્યક્તિ તને દુખ આપી શકે છે, અને એના માટે હંમેશા તારી રીતે માનસિક તૈયાર રહેજે.

કોઈ પણ તારી સાથે સારુ અથવા પછી અત્યંત સારું વર્તન કરે, તો ચોક્કસ તું એનો આભાર વ્યક્ત કરજે પરંતુ હંમેશાં સાવચેત પણ રહેજે.

કારણ કે આ દુનિયામાં મારા અને તારા પપ્પા સિવાય બધાના સારા વર્તન વ્યવહાર પાછળ કોઈને કોઈ હેતુ અથવા કોઈને કોઈ સ્વાર્થ જોડાયેલો હોઈ શકે છે.

ઉતાવળમાં ઉતાવળમાં ક્યારેય કોઈને સારા મિત્ર ન માની લેવા જોઈએ આ વાત પણ યાદ રાખજે.

દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે કોઈ પણ એવી વસ્તુ લગભગ નહિ હોય જેના વગર જીવી ના શકાય. આ વાત તું યાદ રાખજો અને ખાસ કામ લાગશે, જ્યારે તને કોઈ તરછોડી ને જાય કે પછી તને તારા પસંદની વ્યક્તિ કે વસ્તુ ન મળે યાદ રાખજે કે જિંદગી તો ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુઓ કે વ્યક્તિઓ વગર કઈ રીતે ખુશ રહેવું તે શીખી લેજે.

જિંદગી ખૂબ જ ટૂંકી છે એ વાત મગજમાં રાખજે, જો તું આજનો આખો દિવસ વ્યર્થ બગાડીશ, તો કાલે તને જીંદગી પૂરી પણ થતી લાગી શકે એટલે જિંદગીના દરેક દિવસ તેમજ દરેક દિવસની દરેક ઉપરનો સદુપયોગ કરવાની કોશિશ કરજે.

પ્રેમને સમજવામાં ભૂલ ન કરતો, પ્રેમ એટલે બીજું કંઈ જ નથી પરંતુ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે ઘણી વખતે બદલાતી રહે છે. જો તને તારો પ્રેમ છોડીને ચાલ્યો જાય, તો સંયમ રાખજે કારણ કે સમય દરેક દુખને દરેક દર્દીને ભુલાવવાની તાકાત ધરાવે છે. કોઈની સુંદરતા જોઈને કે કોઈના પ્રેમમાં જરૂરત કરતા વધારે પડતું ડૂબી ન જવું. અને કોઈનું દુઃખ માં પણ આપણે વધારે પડતું પરેશાન ન થવું.

જે માણસો અભ્યાસમાં નબળા હોય તેમ છતાં તે માણસો જીવનમાં સફળ બન્યા ના દાખલા છે. પરંતુ હા આનો મતલબ એવો નથી કે અભ્યાસમાં નબળો હોય અથવા પછી અભણ માણસ હોય તે જ સફળ થાય. જીવનમાં હંમેશા વિદ્યા ની કદર કરજે કારણ કે વિદ્યાર્થી વધુ કંઈ જ નથી. અને ભણવાના સમયે ધગશથી ભણી લેજે.

તું મને મારા વૃદ્ધાવસ્થાના સમયમાં મદદ કરે તેવું હું ઈચ્છતી પણ નથી કેમ નથી આશા પણ રાખતા. અથવા હું પણ તને આખી જિંદગી દરમિયાન સહારો આપી શકીશ કે કેમ તે પણ હું જાણતી નથી. મારી ફરજ તો માત્ર તને મોટો કરી સારું ભણતર આપી એટલે પૂરી થઈ જાય છે. ત્યાર પછી તું મોંઘીદાટ ગાડીઓમાં ફરે કે પછી સરકારી બસમાં ફરે તે બધું તારી મહેનત અને તારી આ વાત ઉપર જ નિર્ભર છે.

તે કોઈને તારું વચન આપ્યું હોય તો તે હંમેશા પાડજે, પરંતુ બીજા લોકો તેમનું વચન પાડે એવી આશા નથી રાખતો. તું બધાનું સારું કરજે પરંતુ બીજા તારી સાથે સારું જ કરશે એવી આશા જરા પણ રાખશો નહીં. આ વાત તને જેટલી વહેલી તકે સમજાઈ જશે કેટલા જીવનના મોટા ભાગનાં દુઃખ વહેલા દૂર થઈ જશે.

હમેશા યાદ રાખજો કે જીવનમાં નસીબથી અમીર નથી થઈ જવાતું એના માટે ખુબ જ મહેનત પણ કરવી પડે છે. આથી મહેનતથી ક્યારેય પણ ભાગતો નહીં.અને નસીબ કરતા વધારે મહેનત માં માનજે.

જીવન અને મૃત્યુ એટલે કે કાળ તેનો કોઈ જ ભરોસો નથી. જીવન ખૂબ જ ટુંકું છે જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકતા હોઈએ એટલો વિતાવી લઈએ. કારણ કે ફરી પાછો આવતો જન્મ તો આવશે પરંતુ એ જન્મમાં આપણે મળીશું કે નહીં તેની કોઈને ખબર નથી. તો તારા આ જન્મમાં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે.

અને જીવનમાં તમે બધી ખુશીઓ પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ… તારી વ્હાલી મમ્મી.

પત્ર વાંચવા નો પુરો કર્યો, એટલે દીકરાના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ભલે દીકરો હજુ નાનો હતો. તેને જીવનના કેટલાય અનુભવ બાકી હતા, પરંતુ પત્ર વાંચીને અમુક અનુભવ તો તેને જિંદગીમાં થઈ ચૂક્યા હતા એટલે તેની પણ આંખ ભીની થઈ ગઈ.

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો એટલી નમ્ર વિનંતી છે કે આ પત્ર ભલે એક માતાએ પોતાના દીકરાને લખ્યો છે પરંતુ આ પત્ર માંથી આપણને અને બધા જ લોકોને કંઈક ને કંઈક શીખવા મળે છે. આથી આને શેર કરજો અને કમેન્ટમાં તમને આ લેખ કેવો લાગ્યો તેનો અભિપ્રાય પણ જરૂર થી આપજો.

error: Content is Protected!