એક માણસ ખૂબ જ નાસ્તિક હતો તેને ભગવાન ઉપર જરા પણ વિશ્વાસ હતો. એક વખત જ્યારે તે મોટરસાયકલ લઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનું એકસીડન્ટ થઈ ગયું, તે રસ્તા ઉપર નીચે પડી ગયો અને ત્યાંથી પસાર થનારા લોકો પાસે મદદ માટે આજીજી કરી રહ્યો હતો.
પરંતુ કહેવાય છે કે કળિયુગ નો માં બીજા કોઈ માણસ માટે જલ્દીથી મદદ કરવા પણ નથી આવતો એવી રીતે તે લોકોને બોલાવી બોલાવીને થાકી ગયો પરંતુ તેની મદદ માટે કોઈ જ આવ્યું નહીં.
ત્યારે જ તે નાસ્તિક હોવા છતાં તેના નાસ્તિક મનથી તેને ભગવાન શ્રીકૃષ્ણને હોકારો. લગાવ્યો, બરાબર એ જ સમયે ત્યાંથી એક શાક વાળો પસાર થઈ રહ્યો હતો તેને આ માણસને ઉપાડ્યો અને હોસ્પિટલ પહોંચાડી દીધો.
ત્યાં પહોંચીને હોસ્પિટલેથી તેના પરિવારવાળાઓને પણ ફોન કરીને હોસ્પિટલે બોલાવ્યા પરિવારના દરેક સભ્યો ત્યાં આવીને તે શાકવાળાને ધન્યવાદ આપવા લાગ્યા અને તેનું નામ પૂછવા લાગ્યા…
ત્યારે તે શાકવાળા એ પોતાનું નામ બાંકે બિહારી જણાવ્યું અને પરિવારના લોકોએ તેના ઘરનું સરનામું પણ લખાવ્યું અને તે માણસને કહ્યું કે જ્યારે આ ભાઈ સાજા થઈ જાય ત્યારે અમે બધા તમને મળવા માટે આવીશું.
થોડા દિવસો પછી તે માણસ સાજો થઈ ગયો અને પોતાના પરિવાર સાથે તે શાકવાળાના ઘરે તેને મળવા માટે નીકળી પડ્યો. આમ તેમ રસ્તામાં અનેક જગ્યાએ સરનામું પૂછવું અને નામ પૂછતા પૂછતા તે એ સરનામે નીકળી ગયો.