એક માણસને લક્ષ્મીજીએ આશીર્વાદ આપ્યા એટલે થોડા જ સમયમાં તે ખુબ અમીર બની ગયો. પરંતુ એક દિવસ તેના ઘરે એક વૃદ્ધ માજી આવ્યા અને પછી...

એક ગરીબ માણસ કાયમ માટે મહાલક્ષ્મી માતા ની પૂજા અર્ચના કરતો અને તેના પર મહાલક્ષ્મી માતા કૃપા કરે તેવી વિનંતી અને પ્રાર્થના કરતો એક વખત દિવાળી ના દિવસે સાંજે જયારે તે મહાલક્ષમીમાતા ની પૂજા કરી રહ્યો હતો ત્યારે સાક્ષાત મહાલક્ષ્મી માતા તેની સામે પ્રસન્ન થઇ ને હાજર થયા

અને એક સોના ની વીંટી ભેટ માં આપી અને અદ્રશ્ય થઇ ગયા પરંતુ તે વીંટી સામાન્ય વીંટી નહોતી બીજા દિવસે તે સવાર માં ન્હાય ને તૈયાર થયો અને તે વીંટી પહેરી અને મન માં ધનવાન થવાની ઇરછા થઇ અને ઘડીભર માં તેની સામે સોના મહોર નો ઢગલો થઇ ગયો આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને તે માણસ ખુશી થી નાચવા લાગ્યો આનંદ માં અને આનંદ માં અને નાચતા નાચતા તેને ભૂખ લાગી અને જમવાની ઇરછા થઇ અને તેની સામે જાત જાતના ભોજન થાળ હાજર થઇ ગયા તેને પહેરેલી વીંટી ના ચમત્કાર ની હવે ખબર પડી ગઈ એટલે એક આલીશાન મકાન બનાવ્યું

અને ઘર માં નોકર ચાકર અને તમામ સુખ સુવિધા ની સગવડતા હતી મહાલક્ષમીમાતા એ આપેલી ચમત્કારી વીંટી ના કારણે તે સુખ થી રહેતો હતો હવે તેને કોઈ પ્રકારનું દુઃખ કે તકલીફ નહોતી અને ગામ આખા માં લોકો તેને માન સન્માન આપવા લાગ્યા.

એક દિવસ ગામ માં જોરદાર વરસાદ સાથે તોફાન આવ્યું અને ગામ ના ઘણા ગરીબ લોકો ના ઝૂંપડા તે તોફાન માં હવા માં ઉડી ગયા લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા એવા માં એક વૃદ્ધ સ્ત્રી તેના મકાનમાં ઘૂસી ગઈ ત્યારે અતિ અહંકાર માં રાડો નાખી ને કહ્યું... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કે એ ડોશી કોને પૂછીને ઘરમાં ઘૂસી ગઈ ?ત્યારે તે વૃદ્ધ સ્ત્રી એ કહ્યું કે મારું ઝૂંપડું તો તોફાન માં હવા સાથે ઉડી ગયું છે અને તોફાન શાંત થઇ ત્યાં સુધી મને અહીંયા આશરો આપો આટલા વરસાદ માં હું આ ઉંમરે વરસાદ અને વાવાઝોડા માં હું ક્યાં જઈશ ?

થોડા સમય પૂરતી વાત છે પછી હું જાતે ચાલી જઈશ પરંતુ તે અભિમાની માણસે તે વૃદ્ધ સ્ત્રી ને ગુસ્સે થઇ ને ઠપકો આપતા પોતાના ઘર માંથી બહાર હાંકી કાઢ્યા.

જેવા વૃદ્ધ સ્ત્રી ને ઘર ની બહાર કાઢ્યા તેવી આકાશ માંથી વીજળી ગરજી અને તેના મકાન ઉપર પડી અને થોડી ક્ષણો માં તો આખું મકાન બળી ને ખાખ થઇ ગયું, અને તેના હાથ માં રહેલી ચમત્કારી વીંટી પણ ગાયબ થઇ ગઈ અને તેનો બધો વૈભવ એક ક્ષણમાં તો ખેદાન મેદાન થઈ ગયો.

થોડી ક્ષણ માં તે વૃદ્ધ સ્ત્રી તેની સામે આવી અને તેને મહાલક્ષ્મી માતા નું રૂપ લીધું ત્યારે તે મહાલક્ષમી માતા ની સામે કરગરવા લાગ્યો પરંતુ મહાલક્ષ્મી માતા તેની સામે નજર કરતા મંદ મંદ હાસ્ય કરતા હતા આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હવે તેને સમજાયું કે મદદ માંગવા આવેલા વૃદ્ધ સ્ત્રી બીજું કોઈ નહિ પણ સાક્ષાત મહાલક્ષમી માતા જ હતા અને તેનું અભિમાન માં અપમાન કર્યું છે હવે તે મહાલક્ષ્મી માતા ને પગે લાગી અને કરગરવા લાગ્યો કે મને માફ કરી દ્યો મહાલક્ષ્મીજી એ કહ્યું કે તને મેં બધું આપ્યું પણ તારી લાયકાત નહોતી

એટલે તું અભિમાની બની ગયો જ્યાં સમાજ ના નાના માણસો નું કે ગરીબ માણસો નું સન્માન થતું નથી ત્યાં મારી હાજરી રહેતી નથી આટલું બોલતાં જ મહાલક્ષ્મી માતા અદ્રશ્ય થઇ ગયા આપણા ગુજરાત માં પણ એક પ્રસિદ્ધ ભજન છે કે

રામે દીધો છે રૂડો રોટલો કોઈને ખવડાવીને ખાવ આપણને આપેલા સુખ માં થી આપણે કોઈને સુખી કરી શકીયે એ ભગવાન ને સેવા કાર્ય બરાબર જ છે

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team