એક કૂતરું આવીને હાથમાંથી ભોજન લઈ ગયું, આવું રોજ થવા લાગ્યું એટલે કુતરો ક્યાં જાય છે તે જોવા તેની પાછળ ગયા, થોડા સમય પછી જે જાણવા મળ્યું…

એક સેવાભાવી યુવક મંડળ ના કાર્યકરો દરરોજ ઝુપડપટ્ટીમાં જઈને નાના બાળકોને પૌષ્ટીક નાસ્તો તેમજ ભોજન નું વિતરણ કરતા. દરેક લોકો માટે એક પેકેટ બનાવવામાં આવતું. તેઓ જ્યારે પેકેટનું વિતરણ કરવા જઈ રહ્યા હોય ત્યારે ત્યાં દરરોજ એક કૂતરું આવીને કોઈપણ ના હાથ માંથી એક પેકેટ લઈ જતું.

આવું દરરોજ બનવા લાગ્યું એટલે સંસ્થાના યુવકોને થયું કે લઈ જાય તેનો વાંધો નથી પરંતુ આ કુતરુ શું કામ લઈને જાય છે તેમજ જો ગરીબ ના છોકરાઓને બચકું ભરી લે તો નાના છોકરાઓના જીવનું જોખમ ઊભું થઈ જાય. અને તેના માતા-પિતા પણ હેરાન થઈ જાય.

આવા અનેક સવાલો સાથે તેઓએ નક્કી કર્યું કે આવતીકાલે જ્યારે પણ વિતરણ માટે જઈએ ત્યારે એક લાકડી લઈને જવું અને જ્યાં સુધી બધા ખાઈ ન લે ત્યાં સુધી તેની પાસે રહેવું જેથી કુતરુ કોઈ પાસેથી ઝુંટવી ના લે. અને કોઈને બચકું પણ ના ભરી લે.

બીજા દિવસે નક્કી કર્યા પ્રમાણે કાર્યકરો લાકડી લઈને આવ્યા અને બધા છોકરાઓ ને હાથમાં જમવા માટે ના પેકેટ સાથે લાવ્યા હતા તે આપવા લાગ્યા, એવા માટે કુતરુ એકદમ ઝડપથી આવ્યું અને કાર્યકર્તાના હાથમાંથી એક પેકેટ ઝૂંટવીને ભાગવા લાગ્યો.

તેઓ સાથે લાકડી લઈને આવ્યા હોવા છતાં એક ઉતરુ પેકેટ ઝૂંટવીને ભાગવા લાગ્યું એટલે તેને ગુસ્સો આવ્યો અને કુતરા ની પાછળ લાકડી લઈને દોડવા લાગ્યા. થોડે દૂર ગયા હશે ત્યાં જ એક કૂતરું એક ઝૂંપડીમાં અંદર ચાલ્યું ગયું.

અને ગણતરીની સેકન્ડોમાં તે જાણે પેકેટ અંદર મૂકીને બહાર આવી ગયું, એટલે લાકડી લઈને પાછળ દોડેલા કાર્ય કરો તે ઝુંપડીમાં જોવા માટે ગયા કે આખરે મામલો શું છે? ત્યાં એકંદર વૃદ્ધ વ્યક્તિ બેઠા હતા. વાળ દાઢી ખુબ જ વધી ગયેલા હતા, અત્યંત ખરાબ કપડાં પહેર્યા હતા અને ઘણા દિવસથી સ્નાન પણ નહોતું કર્યું એવું લાગતું હતું.

નીચે નજર કરતા જાણવા મળ્યું કે તે માણસનો એક પગ કપાયેલો હતો, ઝૂંપડીમાંથી પણ દુર્ગંધ આવતી હતી કાર્યકરો ગુસ્સામાં આવીને તે વૃદ્ધ અને કહેવા લાગ્યા કે તમારા કુતરાને સંભાળી ને રાખો કોઈ છોકરાને બચકુ ભરી લેશે તો તમે દવા કરાવશો? તમે તેને બાંધીને રાખો.

ત્યારે તે વૃદ્ધ માણસે જવાબ આપતા કહ્યું કે, ભાઈ તે મારો કૂતરો નથી. એ તો મારો દીકરો છે. એને કૂતરો નહીં કહેવાનું. તેનો આવો જવાબ સાંભળીને કાર્યકરે કહ્યું કે કાલથી તમને જમવાનું અમે પહોંચાડી જશો એમાં અમને કોઈ તકલીફ નહીં પડે.

પરંતુ આ કુતરુ કોઈ ને બચકું ભરી લેશે તો નાના છોકરાઓ હેરાન થઈ જશે. ત્યારે એ વૃદ્ધે જવાબ આપતા કહ્યું કે વાત ખાવાની નથી હું તેને ના કહીશ તો તે સમજવાનો થોડી છે? તે મારી ભાષા ભલે નથી સમજી શકતો પરંતુ મારી ભૂખને સમજી જાય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel