એક ખુબ જ પ્રતિષ્ઠિત ઉચ્ચ સરકારી અધિકારી નિવૃત થઈને શહેરના પોશ વિસ્તારમાં રહેવા આવ્યા, થોડા જ દિવસો પછી તેની સાથે એવું થયું કે…

શહેર ના એક પોશ વિસ્તાર માં એક ઉચ્ચ સરકારી અધિકારી નિવૃત થઇ ને રહેવા માટે આવ્યા હતા. અને તે હોદા પર હતા ત્યારે તેના હાથ માં જે પાવર હતો. જેથી તેને બધા ની સાથે જે વર્તન કરવાની આદત હતી.

અને બધા લોકો ની સાથે તિરસ્કાર ભરી નજરે જોતા. તેના આવા વર્તનથી પાડોશી સાથે કોઈ જાત નો સંબંધ બનાવી શક્યા નહોતા. પોતે એકલા એકલા ઘરે થી કંટાળી જાય, ત્યારે ઘર પાસે આવેલા બગીચા માં લટાર મારવા નીકળી પડતા.

પરંતુ સામાન્ય માણસો ને કીડા મકોડા ની જેમ જ રાખવા ટેવાયેલા હતા, કોઈ ની સાથે હળી મળી ને વાત પણ કરતા નહિ. આમ પણ માણસો પાસે રૂપિયા આવે, નોકરી માં ઉચ્ચ હોદા આવે, કે તેના હાથ માં સત્તા આવે, ત્યારે તેનો નશો ચડી જતો હોય છે. અને પોતાને મન ફાવે તેવું વર્તન કરવા લાગે છે.

એક દિવસ એક વડીલ બગીચા માં બેઠા હતા. ત્યારે તેની સાથે વાત કરવા માટે બેસી ગયા. અને પોતે જયારે નોકરી પર હતા, ત્યારે તેના હાથમાં સતાનો પાવર હતો. તેની જ વાતચિત કરતા રહેતા. અને પોતાની બડાશ હાંકતા. અને કહેતા કે હું આ શહેરમાં મજબૂરી થી આવી ગયો છું.

મારે માટે તો મુંબઈ કે દિલ્હી જેવા શહેર જ યોગ્ય કહેવાય, અને તે વડીલ તેની બધી વાત સાંભળતા રહેતા. પરંતુ રોજેરોજ ની આ બડાશ ની વાત સાંભળી ને એક દિવસ એ વડીલે કહ્યું કે તમારે ત્યાં બલ્બ ઉડી જાય ત્યારે તમે તે જુવો છો કે તે કેટલા વોટ નો હતો? તે કઈ કંપની ની બનાવટ નો હતો?

અને તે કેટલો પ્રકાશ આપતો હતો? બલ્બ જયારે ઉડી જાય ત્યારે આ બધી વાત નું કોઈ મહત્વ નથી હોતું. તેને સીધો કચરા ટોપલી માં નાખી દેવામાં આવે છે. ત્યારે એ વડીલ ની વાત માં નિવૃત અધિકારી એ સહમતી બતાવી, ત્યારે વડીલે કહ્યું કે આપણે બધા પણ ઉડી ગયેલા બલ્બ જ છીએ.

આપણે બધા જયારે કામ કરતા હતા. ત્યારે બધા ની પાસે નાનો કે મોટો હોદ્દો હતો. ત્યારે આપણે રુઆબ થી જીવતા હતા, પરંતુ હવે એ બધી વાત નું કોઈ મહત્વ નથી રહેતું. હું આ સોસાયટી માં ઘણા વર્ષો થી રહી રહ્યો છું. પણ મેં આજ સુધી કોઈ ને એ બતાવ્યું નથી, કે હું બે વખત સંસદ સભ્ય રહી ચુક્યો છું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel