એક ખુબ જ પ્રતિષ્ઠિત ઉચ્ચ સરકારી અધિકારી નિવૃત થઈને શહેરના પોશ વિસ્તારમાં રહેવા આવ્યા, થોડા જ દિવસો પછી તેની સાથે એવું થયું કે…

અને આપણી સામે ગાર્ડન માં જે વડીલો બેઠા છે, એ તમારા થી પણ ઉચ્ચ હોદ્દા પર થી નિવૃત થઇ ને અહીંયા આજુબાજુ ની સોસાયટી માં રહે છે. અને આ બધા ઉડી ગયેલા બલ્બ જ છે. અને થોડા ઉંચા કે નીચા હોદ્દા હોય પણ અહીંયા તો બધા એક સરખા જ છે, પછી ઝીરો વોટ નો હોય કે પાંચસો વોટ નો હોય.

તમે તમારા ઘર ની બહાર જેમ તમારા હોદા નું વર્ણન કરતુ બોર્ડ લગાવેલું છે. તેમ આ બધા લગાવે તો તમને ખબર પડે કે તમારા કરતા પણ મોટા હોદા ના માણસો કેવી સરળતા અને બધા ની સાથે પ્રેમ થી રહે છે. અને હવે તે બધા હોદા નું મહત્વ પણ શું જેની આગળ નિવૃત લગાડવું પડે!

જયારે તમે હોદા પર હતા, ત્યારે તમારા હોદા કરતા વધારે મહત્વનું એ હતું કે તમારી પાસે આવતા માણસોની સાથે તમે કેવું વર્તન કર્યું, તમે તેને કેટલા કામ કરી આપ્યા. તમે સમાજ ને શું કામ માં આવ્યા. અને કેટલા મિત્રો બનાવ્યા કે પછી ઉદાસ ચહેરે ટેબલ ઉપર બેસી ને જનતા પર રોફ જ જમાવ્યો.

જો કે તમે કોઈ ની સાથે હસી ને વાત પણ કરી હોય તેવું મને લાગતું નથી, જે રીતે તમે સોસાયટી માં રહો છો. અને અહીંયા પણ તમને સામાન્ય માણસો ને નફરત કરતા હોય તેવું વર્તન કરો છો. પરંતુ તમે જો ડ્યૂટી પર બધાની સાથે સારા સંબંધ બનાવ્યા હોય. અને પ્રેમ થી વર્તન કર્યું હોય.

તો આજે તમે જે એકલતા ભર્યું જીવન જીવી રહ્યા છો, તેના બદલે લોકો તમને હળવા મળવા આવતા હોય. અને તમને પણ પોતાના ઘરે કે ઓફિસ બોલાવતા હોય, અને બધા માં ભળી ગયા હોય. તો તમે પણ પ્રેમ અને શાંતિ થી બધા ની સાથે રહેતા હોય.

બાકી દરેક ને એક દિવસ તો ઉડી ગયેલા બલ્બ થવાનું જ છે પણ ત્યારે બધાની સાથે કરેલું આપણું વર્તન જ આપણી સામે આવવાનું છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.