એક ખેડૂત ની દીકરી. પિતાએ કહ્યું, જમીન પડી છે એમાંથી વહેંચીને લગ્ન કરવા છે કે આગળ ભણવું છે? દીકરીએ એવો જવાબ આપ્યો કે પિતા…

વર્ષો પહેલાની વાત છે, ગર્લ્સ સ્કૂલ હતી. અને તે દિવસે સ્કૂલમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આવવાનું હતું, કોણ આવવાનું હતું તેના વિશે બધા લોકો ચર્ચાઓ કરી રહ્યા હતા. મહિલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આવવાના હતા, બધી છોકરીઓ પણ એકદમ ખુશ થઈ ગઈ હતી કારણકે આ એસડીએમ મહિલા એસડીએમ હતા. અને તેનામાંથી ઘણું બધું જાણવા મળશે એટલે બધી છોકરીઓ ઉત્સાહિત પણ હતી.

બધી છોકરીઓ એકબીજા સાથે એસડીએમ ના આવવા વિશે ચર્ચાઓ કરી રહી હતી, એવામાં છેલ્લી બેંચ પર એક છોકરી જાણે વિચાર મગ્ન થઈને તેની બોલપેન અને તેના ઢાંકણા સાથે રમી રહી હતી.

સ્કુલમાં આજે કોણ આવવાનું છે તેની ચર્ચા તો ઠીક પરંતુ શું કામ આવી રહ્યું છે તેની પણ ચર્ચા કોઈ સાથે કરી રહી નહોતી. તે માત્ર છેલ્લી બેંચ પર બેઠા બેઠા પોતાના માં જ જાણે મગ્ન હતી. એ છોકરી નું નામ હતું ક્રિષ્ના.

સ્કૂલ જ્યાં આવેલી હતી ત્યાંથી તેનું ગામડું લગભગ થોડું જ દૂર હશે. ક્રિષ્ના એ ગામડાની એક ખેડૂત ની દીકરી હતી. ત્યાંથી તેના ગામડા નું અંતર ખૂબ નજીક તો નહોતું પણ ૪ થી ૫ કિલોમીટર જેટલું હશે, દરરોજ સવારે સાઇકલ લઇને તે આવતી હતી.

સ્કૂલમાં બીજી બધી છોકરીઓ સાથે તેને વધારે પડતું ફાવતું નહીં, કારણ કે બીજી બધી છોકરીઓ જેટલા તે લોકો પૈસાદાર ન હતા, પરંતુ તેમાં ક્રિષ્ના તો શું વાંક?

તેની જિંદગી પહેલાથી જ જાણે નક્કી હતી. ઇન્ટરમિડીયેટ પતી જાય પછી આગળ ભણી શકે તેમ ન હતી કારણકે તેના પિતાએ કહ્યું હતું કે તેની પાસે એકઠા કરેલા પૈસા છે તે લગ્નમાં વાપરી શકે અથવા પછી આગળના ભણવામાં.

ક્રિષ્નાના પરિવારમાંથી કોઇ પણ મેટ્રિક થી વધારે ભણેલું ન હતું, અને તે પણ તેના ક્લાસમાં બેઠી બેઠી એ જ વિચારી રહી હતી કે આ તેનો છેલ્લો ક્લાસ છે અને હવે બસ તેના લગ્ન કરી દેવામાં આવશે. કદાચ આને આ જ વિચારો તેને સપના જોવાથી પણ રોકી રહ્યા હતા. અને એટલા જ માટે જે રીતે બધી છોકરીઓ ઉત્સાહિત હતી તે રીતે એસડીએમ સ્કૂલમાં આવવાના છે તેની ખુશી ક્રિષ્ના ને કોઇ પ્રકારની નહોતી.

થોડા સમય પછી સ્કૂલમાં એસડીએમ આવી, લગભગ ૨૪ થી 25 વર્ષની છોકરી તેની સાથે ચાર પોલીસકર્મીઓ અને સરકારી ગાડીમાં આવ્યા હતા.

અંદાજે બે કલાકના કાર્યક્રમ પછી મહિલા એસડીએમ તો ચાલ્યા ગયા પરંતુ ક્રિષ્ના ના દિલમાં જાણે મોટો ફેરફાર થઈ ગયો, તે જે જિંદગીને સમજી ને બેઠી હતી એ જ જિંદગી હવે તેને સારી લાગવા લાગી હતી. હવે તેના મનમાં નવા નવા સપનાઓ પણ આવતા હતા.

ઘરે ગયા પછી તે રાત્રિના તેને ઊંઘ પણ ન આવી,સ્કૂલમાં પણ તે સતત એ જ વિચારમાં રહ્યા કરતી કે હવે આગળ હું શું કરું?

ક્રિષ્ના હવે ઉડવા માંગતી હતી પરંતુ બીજી બાજુ તેને ઘરની પરિસ્થિતિ પણ તેના સપના અને તેની મંઝિલ ની વચ્ચે આવીને ઊભી રહી હતી, ખૂબ જ વિચાર્યા પછી બીજા દિવસે ઘરે જઈને તેને મમ્મી પપ્પા ને બધું કહી દીધું.

તેના પિતાએ તેને બેટી અને કહ્યું કે મારી પાસે જે જમીન પડી છે તે જમીનની કિંમત આશરે એક લાખ રૂપિયા જેટલી છે. તેને તે જમીન ક્રિષ્ના ના લગ્ન માટે રાખી હતી.

પછી તેના પિતાએ તેને કહ્યું કે તેઓ એક જ વસ્તુ પૂરી કરી શકે છે, જેમાં અથવા તો ક્રિષ્ના ના લગ્ન થાય અથવા પછી તેના સપના પૂરા થાય.

ક્રિષ્ના એ બહુ વિચાર્યા પછી તેના સપના પૂરા કરવાનું વિચાર્યું અને નિર્ણય લીધો.

ઇન્ટરમિડીયેટ પૂરી થઈ તે પછી તેને ગ્રેજ્યુએટ થવા માટે કોલેજમાં એડમીશન લીધું, પિતાએ પૈસા નો બંદોબસ્ત પણ કરી દીધો. પરંતુ ક્રિષ્નાની મંજીલ આ નહોતી. આ તેની મંઝિલ પર પહોંચવાનું એકમાત્ર પગથિયું હતું.

તેને ભણવા ની તૈયારી શરૂ કરી દીધી અને પરીક્ષાઓ માટે ખૂબ તૈયારીઓ કરશે એવું મનમાં નિર્ણય લીધો પરંતુ મુશ્કેલીઓ દરેક સંજોગોમાં આવવાની એ જ રીતે ક્રિષ્ના પાસે પણ હવે નવી મુસીબત આવી કે તે પુસ્તકો કઈ રીતે લાવે?

નવી પુસ્તકો ખરીદવા જાય તો ખૂબ મોંઘી આવે, એટલે તેઓ જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં જ એક જૂના પુસ્તકો ની લે વેચ ની દુકાન હતી તેનો સહારો લઈને તેને જૂની પુસ્તકો અડધી કિંમતમાં મળી હતી. એક પુસ્તક લઈ આવે આખું વાંચીને પછી એ પુસ્તક પાછું ત્યાં વહેંચીને નવું પુસ્તક લઈ આવે.

કહેવાય છે કે જ્યારે પક્ષીઓના હોસલા બુલંદ હોય ત્યારે આકાશ પણ પોતાનું કર ચુકવવા લાગે છે, ક્રિષ્નાની પુસ્તક વાંચવામાં ડેડીકેશન જોઈને તે પુસ્તકની દુકાન વાળા એ તેને અમુક પુસ્તકો ફ્રી માં આપવાનું ચાલુ કર્યું. થોડી પુસ્તક ના હોય તો તેઓ પોતે ખરીદી ક્રિષ્ના ને આપતા અને હસતા હસતા કહેતા કે બેટા જ્યારે પણ તું મોટી અધિકારી બની જાય ત્યારે મને વ્યાજ સાથે પૈસા આપી જજે.

કોઈપણ વસ્તુ થાય પરંતુ ક્રિષ્ના દ્રઢ નિશ્ચય કરીને બેઠી હતી અને આ નિશ્ચય ગમેતેમ છોડવા માંગતી ન હતી. ગ્રેજ્યુએશન ના બે વર્ષ પુરા થઈ ગયા પછી પણ તેની તૈયારી ચાલતી રહી અને અચાનક જ એક નવી સમસ્યા આવી પડી તેની માતાની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ એટલે તેની માતા ના ઈલાજ માટે પૈસાની સખત જરૂરિયાત હતી. તેના પિતાએ તેને ભણાવવા માટે પણ પૈસા નો બંદોબસ્ત કર્યો હતો એટલે ઘર પહેલેથી જ દેવામાં હતું. અંતે તેના પિતાએ જમીનને ગીરવી રાખી દીધી, અને આ બધાની વચ્ચે ક્રિશ્નાએ ત્રીજા વર્ષમાં એડમીશન પણ લીધું.

ઘણી બધી મુશ્કેલીઓ થી ક્રિષ્ના પહેલેથી જ સામનો કરી રહી હતી એવામાં માતાની તબિયત પણ ખરાબ હોવાથી એક દિવસ તે માતાને પેઢીને ખુબ રડવા લાગી અને માતા ને પૂછ્યું મમ્મી શું આપણા સારા દિવસો ક્યારેય નહીં આવે?

માતા-પિતા બંને એ દીકરીને સાહસ આપ્યું અને ક્રિષ્ના એ ફરી પાછી કોશિશ કરી, આમ પણ કહેવાય છે ને કે યોદ્ધાઓ ક્યારે હારતા નથી. તેઓ વિજય બને છે અથવા પછી વીરગતિને પ્રાપ્ત કરે છે.

થોડા સમય પછી ક્રિષ્ના તેની પરીક્ષા ની પ્રારંભિક પરીક્ષા પાસ કરી દીધી. હવે મુખ્ય પરીક્ષા સમય હતો અને તેનો દ્રઢ નિશ્ચય અને તેનો આત્મવિશ્વાસ પણ ટોચ પર હતો.

વર્ષો સુધી એકધારી ખૂબ જ મહેનત કરી હતી અને આખરે ક્રિષ્નાને તેનું ફળ પણ મળ્યું. તેને પોતાની મુખ્ય પરીક્ષા પણ પાસ કરી લીધી હવે તે પોતાની નક્કી કરેલી મંઝિલથી માત્ર એક પગથિયું દૂર હતી.

પરંતુ તે તેના મંઝિલ ના રસ્તામાં જ્યારે પણ પાછું ફરીને જોતી તો માત્ર ત્રણ લોકો નજરે આવતા, એક તેના માતા-પિતા અને પુસ્તકો આપનાર વેપારી. આખરે તેનો ઇન્ટરવ્યૂ થયું અને અંતિમ પરિણામમાં પણ ક્રિષ્ના અને સફળતા મળી.

તેને પોતાને પણ તેની સફળતા ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો, તેનાં મા-બાપના આંખમાં હરખના આંસુ રોકાઈ રહ્યા ન હતા. તરત જ ક્રિષ્ના ઘરેથી નીકળીને બહાર ગઈ અને એ જ હરખના આંસુ સાથે પુસ્તક વેચનાર વેપારી ને જઈને ધન્યવાદ કહ્યું તો તે વેપારીની આંખમાંથી પણ આંસુ છલકી પડ્યા.

ક્રિષ્ના ને પણ સમજાઈ રહ્યું હતું કે આ તેની એકની જીત નહીં પરંતુ તેના માતાની મમતાની, પિતાની હિંમતની અને પુસ્તક વેચનાર વેપારી ના વિશ્વાસની જીત હતી.

તમને જણાવી દઇએ કે આ સ્ટોરી સત્યઘટના પર આધારિત છે, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને કોમેન્ટમાં આ લેખને રેટિંગ પણ આપજો.

error: Content is Protected!